નવી રિલીઝ ડેટ સાથે ‘સાહો’નું પોસ્ટર લોન્ચ કરાયું

મુંબઈ,
થોડાં દિવસ પહેલાં જ પ્રભાસ તથા શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સાહો’ની રિલીઝ ડેટ ચેન્જ કરવામાં આવી હતી. હવે, આ ફિલ્મ ૧૫ ઓગસ્ટને બદલે ૩૦ ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં વીએફએક્સનું કામ હજી બાકી છે અને તેથી જ ફિલ્મની રિલીઝ ડેટ ૧૫ દિવસ મોડી કરવામાં આવી છે. હાલમાં જ પ્રભાસે ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ ડેટ સાથે શૅર કર્યું છે. આ પોસ્ટરમાં શ્રદ્ધા કપૂર તથા પ્રભાસનો રોમેÂન્ટક અંદાજ જાવા મળ્યો છે.
પ્રભાસે ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટર શૅર કરી કÌšં હતું, હેલ્લો ડા‹લગ્સ, અમે ૩૦ ઓગસ્ટ, ૨૦૧૯ના દિવસ તમારી પાસે આવી રહ્યાં છીએ, તો તૈયાર રહો…
સુશાંત સિંહ રાજપૂત અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘છિછોરે’નું શૂટિંગ પૂરું થઈ ગયું છે. આ ફિલ્મને નિતેશ તિવારીએ ડિરેક્ટ કરી છે. મેકર્સે જાહેર કર્યું કે આ ફિલ્મ ૩૦ ઓગસ્ટે રિલીઝ થશે પણ હવે આ જ દિવસે ‘સાહો’ પણ રિલીઝ થવાની છે. જેને કારણે ફિલ્મના મેકર્સ ‘છિછોરે’ની રિલીઝ ડેટ બદલી શકે છે. તેની પાછળનું કારણ એ છે કે બંને ફિલ્મ્સમાં મુખ્ય રોલમાં શ્રદ્ધા કપૂર છે.