પંચાયત રાજ્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડના માર્ગદર્શન હેઠળ ગ્રામ પંચાયતને વિશેષ સન્માન

નેશનલ પંચાયત એવોર્ડ-૨૦૨૪ અંતર્ગત રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુના હસ્તે પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી-૨ પંચાયતને દેશની સર્વશ્રેષ્ઠ “સુશાસન યુક્ત પંચાયત” તરીકે પ્રથમ પુરસ્કાર એનાયત
પંચાયત રાજ્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડના માર્ગદર્શન હેઠળ ગ્રામ પંચાયતને વિશેષ સન્માન
વાવકુલ્લી -૨ પંચાયતના વિકાસ કાર્યો માટે રૂ. ૧ કરોડની રકમ અપાઈ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને પંચાયત રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડના નેતૃત્વ હેઠળ પંચાયત વિભાગ દ્વારા તમામ જિલ્લાઓ સાથે સતત બેઠકો તેમજ વિડિયો કોન્ફરન્સથી જરૂરી સૂચના આપવામાં આવતી હતી. જેના પરિણામ સ્વરૂપે દેશની અંદાજે ૧.૯૪ લાખ ગ્રામ પંચાયતના નોમીનેશન પૈકી ‘નેશનલ પંચાયત એવોર્ડ-૨૦૨૪’માં પંચમહાલ જિલ્લાની ઘોઘંબા તાલુકાની વાવકુલ્લી-૨ દેશની સર્વશ્રેષ્ઠ “સુશાસન યુક્ત પંચાયત” તરીકે પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુના હસ્તે એવોર્ડ એનાયત કરી પ્રથમ પુરસ્કાર તરીકે રૂ. ૧ કરોડની રકમ ગ્રામ પંચાયતને આપવામાં આવી છે.
અત્રે ઉલેખ્ખનીય છે કે, ભારત સરકાર દ્વારા નેશનલ પંચાયત એવોર્ડ ૨૦૨૪-૨૫ અંતર્ગત દીન દયાલ ઉપાધ્યાય પંચાયત સતત વિકાસ પુરસ્કાર આપવામાં આવે છે. આ એવોર્ડમાં કુલ ૦૯ થીમ આધારીત દરેક થીમમાંથી ત્રણ એવોર્ડ આપવામાં આવે છે. જેમાં પ્રથમ પુરસ્કાર માટે રૂ. ૧ કરોડ, બીજા પુરસ્કાર માટે રૂ. ૭૫ લાખ અને ત્રીજા પુરસ્કાર માટે રૂ.૫૦ લાખની રકમ એવોર્ડ તરીકે એનાયત કરવામાં આવે છે. દેશની ૪૫ એવોર્ડ વિજેતા પંચાયતોને ડિજિટલ ટ્રાન્સફર દ્વારા કુલ રૂપિયા ૪૬ કરોડની રકમ એનાયત કરવામાં આવી છે. નવી દિલ્લી ખાતે યોજાયેલ આ એવોર્ડ ગુજરાત સરકાર વતી અધિક વિકાસ કમિશનર શ્રી ગૌરવ દહિયા, અને નેશનલ પંચાયત નોડલ અધિકારી દ્વારા એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો. તેમ વિકાસ કમિશનર કચેરી ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
– પ્રિન્સ ચાવલા
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300