ધોરણ – 10 અને 12 માં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ- રાળગોનમાં સેમિનાર યોજાયો

ધોરણ – 10 અને 12 માં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ- રાળગોનમાં સેમિનાર યોજાયો
તળાજા તાલુકાના રાળગોન ગામે સ્થિત શ્રી જ્ઞાનમંજરી સ્કૂલમાં ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓને આગામી તા. 27/02/2025 થી શરુ થઇ રહેલ બોર્ડની પરીક્ષાના અનુસંધાને માર્ગદર્શન સેમિનાર અને વાલી સંમેલનનું આયોજન થયું હતું. બાળકોનો આત્મવિશ્વાસ વધારવા અને આયોજનબદ્ધ મહેનત કરવા માટે ભાવનગરનાં જાણીતા શિક્ષક અને માર્ગદર્શક મહેશભાઈ ધાંધલ્યાએ પોતાની આગવી શૈલીમાં વિધાર્થી અને વાલીઓને માર્ગદર્શન આપ્યું. સાથે બાળકના અભ્યાસમાં વાલીઓની ભૂમિકા અંગે વાલીઓને પણ સજાગ કરેલ. કાર્યક્રમમાં ધોરણ – 10 અને 12 નાં તેજસ્વી વિધાર્થીઓને વાલીઓના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
માર્ગદર્શન સેમિનાર અને વાલીસંમેલનમાં બહોળી સંખ્યામાં વાલીઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવેલ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300