પાલિતાણા નાં નોઘણવદર ગામને નંદનવન સરીખું બનાવવા આયોજન

પાલિતાણા નાં નોઘણવદર ગામને નંદનવન સરીખું બનાવવા આયોજન
કેન્દ્રીય મંત્રી ડો મનસુખભાઇ માંડવીયા ની પેરણાથી નોઘણવદર ગામના વતની સર્વે જ્ઞાતિની એક મિટિંગ નુ સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમા આવનારા દિવસોમાં નોઘણવદર ગામમાં સ્વચ્છતા અભિયાન સાથે ગામને હરિયાળુ બનાવવા તમામ ગ્રામજનો ને ખંભે ખંભો મિલાવીને ને કામ કરવા આયોજન થયું છે. ટુક સમયમાં આયોજન કરવામાં આવશે જેમા આગામી દિવસોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. ખાસ બાવળીયા નો નીકાલ, અમ્રુત સરોવર સાથે વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો યોજાશે. તમામ ગ્રામજનો સાથે મળીને આ સદકાર્ય કરશે.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા સુરત નોઘણવદર સાથે નોઘણવદર ગામમા ચાલતા તમામ મંડળો પણ જોડાશે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300