ખેલ મહાકુંભ-0.3 માં હેન્ડબોલ ની ગેમમાં ભુતિયા પ્રા શાળાની ટીમ જિલ્લાકક્ષાએ પ્રથમ નંબરે વિજેતા

ખેલ મહાકુંભ-0.3 માં હેન્ડબોલ ની ગેમમાં ભુતિયા પ્રા શાળાની ટીમ જિલ્લાકક્ષાએ પ્રથમ નંબરે વિજેતા.
“આગામી દિવસોમાં ઝોન કક્ષાએ ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. ” ખેલ મહાકુંભ-0.3 માં હેન્ડબોલ ગેમની જિલ્લા કક્ષાની સ્પર્ધા વાળુકડ(સીદસર) હાઈ સ્કૂલમાં યોજાઈ ગઈ. જેમાં ભુતિયા પ્રા.શાળાની હેન્ડબોલ અંડર -14 ભાઈઓની ટીમે જિલ્લાકક્ષાએ પ્રથમ નંબરે વિજેતા થયેલ છે. વિજેતા ખેલાડીઓ આગામી દિવસોમાં ઝોનકક્ષાએ રમવા જશે. ઝોનકક્ષાએ ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.ભૂતિયા ગામ અને શાળાનું ગૌરવ વધારેલ છે. શાળાના આચાર્ય લક્ષ્મણભાઈ કાચરિયા અને વ્યાયામ શિક્ષક રાજેશભાઈ ગોહિલે ખેલાડી ને માર્ગદર્શન આપેલ. ગામ જનો તેમજ શાળા પરિવારે ટીમનેં અભીનંદન પાઠવેલ છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300