સમી બસસ્ટેન્ડ ખાતે રવિવારે કન્ટ્રોલ પોઇન્ટ બંધ રહેતા મુસાફરો પરેશાન..

સમી બસસ્ટેન્ડ ખાતે રવિવારે કન્ટ્રોલ પોઇન્ટ બંધ રહેતા મુસાફરો પરેશાન..
સમીમાં એસ.ટી. કંટ્રોલ પોઇન્ટ બંધ રહેતાં મુશાફરોને ભારે હાલાકી, દર રવિવારે સેવા બંધ રહેતા મુસાફરો મૂંઝવાયા..
લગ્ન સીઝન અને વરાણાનો લોકમેળો ચાલતો હોય ત્યારે મુસાફરોની ડેપોમાં ભારે ભીડ જામી, કંટ્રોલ પોઈન્ટ બંધ રહેતાં સમયની પૂછપરછ માટે મુસાફરો ફાંફે ચડયા..
પાટણ જિલ્લાના સમી તાલુકા મથકે તાલુકાના છેવાડાના ગામો સુધીના મુસાફર જનતાને સરકારી કામ માટે બિમારીના સારવાર માટે વિવિધ જીવન-જરૂરિયાત ચીજવસ્તુઓ ખરીદવા સમી ગામે લોકો આવે છે. તેમજ લાંબા રૂટની મુસાફરી કરવા સમી બસ સ્ટેશનથી બસમાં બેસી મુસાફરી કરવાની હોય છે. સમી એસ.ટી. પોઈન્ટ રવિવારના રોજ બંધ રહેતા મુસાફરો મૂંઝવાયા હતા.
એસ.ટી. પોઇન્ટ રવિવારે બંધ હોવાથી લોકોને બસોના આવન-જાવનના ટાઈમો પૂછવા માટે અગવડતાં પડી રહી છે.ત્યારે સમી ડેપોમાં અવારનવાર રૂટ કેન્સલ કરી દેવાતાં હોવાની બૂમરાડ ઉઠી છે અને ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરતા ગ્રામજનો ભારે પરેશાન બન્યા છે.
એસટી નિગમના અધિકારીઓ દ્વારા ક્યારે કરવામાં આવશે કાયમી નિકાલ, સમી બસ સ્ટેશન મુસાફરોને ક્યા સુધી અન્યાય સહન કરાવો પડશે વગેરે સવાલો ઉભા થઈ રહ્યા છે.ત્યારે સમી તાલુકામાં અપૂરતી અને અનિયમિત એસ.ટી. બસ સેવાને લઈ અંતરિયાળ ગામોની પ્રજા ત્રાહિમામ્ પોકારી ગઇ છે. ગામમાં બસ સમયસર નહીં આવતી હોવાથી લોકોએ ખાનગી વાહનોમાં જાનના જોખમે મુસાફરી કરવાની ફરજ પડી રહી છે.
અંતરિયાળ ગામોમાં પૂરતી બસ સેવા ઉપલબ્ધ ન હોવાથી લોકોએ છકડો, જીપ કે રિક્ષા જેવા ખાનગી વાહનોમાં મુસાફરી કરવાની ફરજ પડે છે. આ બાબતે અવારનવાર તંત્રનું ધ્યાન દોરવામાં આવતું હોવા છતાં કોઇ જ પરિણામ મળતું નથી. જેથી પાસધારકોએ પણ મુશ્કેલીમાં મૂકાવું પડે છે.અને સમી બસસ્ટેન્ડ ખાતે રવિવારે કન્ટ્રોલ પોઇન્ટ બંધ રહેતા મુસાફરો પરેશાન બન્યા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ મહેસાણા સંચાલિત હારીજ ડેપો નિગમના જવાબદાર અધિકારીઓ દ્વારા સમી ડેપો ખાતે જૉ રવિવારના દિવસે મુસાફરોથી ભરચક સમી બસ સ્ટેન્ડની મુલાકાત લેવામાં આવે તો રવિવારના દિવસે બંધ કંટ્રોલ પોઇન્ટ અચૂક જોવા મળશે ત્યારે આ બાબતે હવે મુસાફરો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300