રાધનપુર : ચલવાડા ગામે 12 મહિનાથી પીવાનું પાણી દુષિત આવતું હોવાની ગ્રામજનો ની રાવ.

રાધનપુર : ચલવાડા ગામે 12 મહિનાથી પીવાનું પાણી દુષિત આવતું હોવાની ગ્રામજનો ની રાવ.
Spread the love

રાધનપુરના ચલવાડા ગામે 12 મહિનાથી પીવાનું પાણી દુષિત આવતું હોવાની ગ્રામજનો ની રાવ.

ચલવાડા ગામ ખાતે પાણીના સંપનાં ઢાંકણા તૂટી ગયા, તંત્રને અનેકવાર રજૂઆત,બેદરકારી દર્શાવતા જવાબદાર અધિકારીઓની ઘોર બેદરકારી..

ગામમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત,1 વર્ષથી ગંદુ પાણી પીવા ગ્રામજનો મજબુર બન્યા..

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ચલવાડા ગામ ખાતે છેલ્લા 12 મહિનાથી ગામમાં પીવાનું પાણી દુષિત આવતું હોવાની ગ્રામજનો ની રાવ ઉઠી છે.ચલવાડા ગામ ખાતે પાણીના સંપનાં ઢાંકણા તૂટી ગયા છે ટાંકા અંદર ગંદકી જોવા મળી રહી છે તેમજ ટાંકામાં માખી મચ્છરનો ઉપદ્રવ્ય વધ્યો છે.ત્યારે આ પીવાના પાણીમાં આટલી હદે ગંદકી હોય છેલ્લા 12 મહિનાથી ગામલોકો ગ્રામ પંચાયતના જવાબદાર તલાટી કમમંત્રી અને વહીવટદારને ગામના લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરી હોવા છતાં કોઈજ પ્રકારની સાફ સફાઈ કે ઢાંકણા નાખવાની તજવીજ હાથ ધરવામાં આવતી નથી ત્યારે ગામમાં આ બેદરકારી દર્શાવતા દ્રશ્યો જોઈ ચોક્કસથી કહી શકાય કે જવાબદાર અધિકારીઓની ઘોર બેદરકારીને કારણે લોકો રોગચાળાના ભોગ બને તો નવાઈ નહીં તેવું ચોક્કસથી કહી શકાય અને ગામમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત હાલ જણાઈ રહી છે તેમજ 1 વર્ષથી ગ્રામજનો આ ગંદુ પાણી પીવા ગ્રામજનો મજબુર બન્યા છે ત્યારે લોકોમાં તંત્ર સામે ભારે રોષ વ્યાપ્યો છે.

ચલવાડા ગામના રહીશ ઠા.રમેશભાઈ બચુભાઈના જણાવ્યા મુજબ ચલવાડા ગામ ખાતે 12 મહિનાથી આ પરિસ્થિતિ હોય અનેવાર પંચાયત ની સભા દરમિયાન રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈજ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી તેમજ હાલ આ દુષિત પાણી જોતા ગામમાં રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ.? જવાબદાર પંચાયતનાં તલાટી, વહીવટદાર સામે થશે કોઈ કાર્યવાહી.!! વગેરે સવાલો કરવામાં આવી રહ્યા છે.

પંચાયતમાં અનેકવાર તલાટી,વહીવટદારને રજૂઆત બાદ પણ કોઈ નિરાકરણ કરાયું નથી:-

રાધનપુરના ચલવાડા ગામના ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામની પરિસ્થિતિ દયનિય કહી શકાય કારણકે ગ્રામજનો દ્વારા અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી ગ્રામસભામાં પણ રજૂઆત કરાઈ અને લોકોના જણાવ્યા મુજબ તો પંચાયતમાં રકમ પાસ કરી આ જવાબદાર અધિકારીઓ એ રકમ ઉડાનછવ કરી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. ગામના રહીશોએ જણાવ્યું કે અમોએ અનેકવાર પંચાયતમાં રજૂઆત કરી છે પરંતુ અમારા ગામમાં તલાટી અને વહીવટદાર મનમાની ચલાવી રહ્યા છે તેવા ચલવાડા ગ્રામજનો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.

ગામમાં ગટરના ગંદા પાણી જેવું પીવાનું પાણી આવે છે, રોગચાળો ફાટી નીકળશે તો તલાટી, વહીવટદાર જવાવદાર રહેશે:-

રાધનપુરના ચલવાડા ગામમાં ગટરના ગંદા પાણી જેવું પીવાનું પાણી છેલ્લા 1 વર્ષથી આવતું હોવાની લોકોની બુમરાડ ઉઠવા પામી છે ત્યારે ગામમાં રોગચાળો ફેલાય તો જવાબદાર તલાટી અને વહીવટદાર જ રહેશે તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે.કારણ કે ચલવાડા ગ્રામપંચાયત ખાતે મળેલી ગામસભામાં લોકોએ અનેકવાર રજૂઆત કર્યા બાદ પણ પંચાયતના સતાધિશો દ્વારા કોઈ નિરાકરણ કરાયું નથી અને પંચાયતમાંથી રકમ ઉપાડી લેવામાં આવીછે કામ થયું નથી તેવા પણ ગ્રામજનોના આક્ષેપ છે.ત્યારે જવાબદાર પંચાયતના તલાટી અને વહીવટદાર સામે ગામલોકોમાં ભારે રોષ ફેલાયો છે.અને હાલ તાત્કાલિક ધોરણે પાણીના ટાંકાની સાફ સફાઈ કરી ઢાંકણું નાખવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી ગામલોકોની માંગ ઉઠવા પામી છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!