શાપુર પે.સેન્ટર શાળા ખાતે વાર્ષિકોત્સવ ઉજવાયો.

સાંસ્કૃતિક કાર્યક્રમ માં ગીત દ્વારા બાળકોએ આપ્યો વ્યસનમુક્તિનો સંદેશ..
શાપુર પે.સેન્ટર શાળા ખાતે વાર્ષિકોત્સવ ઉજવાયો..
વંથલી તાલુકાના શાપુર ખાતે આવેલ પી.એમ પે.સેન્ટર શાળા દ્વારા વાર્ષિક ઉત્સવ ‘ રંગોત્સવ ‘ ની ઉજવણી કરવામાં આવી હતી સાંજના 7 કલાકે દીપ પ્રાગટ્ય સાથે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા એક પાત્ર અભિનય, દેશભક્તિ ગીત, રાસ ગરબા જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં ખાસ કરી ને પ્લાસ્ટિક મુક્તિ અને શોશિયલ મીડિયા દ્વારા લોકો પર પડતી અસર અંગે વિધાર્થીઓએ ગીત દ્વારા લોકોને જાગૃત કરતા વિદ્યાર્થીઓની આ કલા પર લોકો આફરીન પોકારી ઊઠયા હતા આ તકે ધો. 1 થી 9 ના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને નિહાળવા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા પ્રસંગે નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી રમેશ જેઠવા, TEPO સુરભીબેન પાઘડાર, જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પરબતભાઇ નાઘેરા,મહામંત્રી દિનેશભાઈ પટેલ,જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરા ,વંથલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી રાજુભાઈ રાવલિયા વગેરે આગેવાનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય હરેશભાઈ પરમાર તેમજ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી હતી
રિપોર્ટ: રહીમ કારવાત વંથલી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300