જામનગરના મધ્યમાં આવેલ ઝુલેલાલ ચોકે મચ્છીની દુર્ગંધના ત્રાસથી બચવા હિન્દુ સેનાની રાવ

જામનગરના મધ્યમાં આવેલ ઝુલેલાલ ચોકે મચ્છીની દુર્ગંધના ત્રાસથી બચવા હિન્દુ સેનાની રાવ
જામનગરના મધ્ય ભાગમાં આવેલ ત્રણ બતી ચોક પાસે ઝૂલેલાલ મંદિર અને ઝુલેલાલ ચોકથી પ્રખ્યાત આ વિસ્તારમાં મંદિરની સામેના ભાગે રોડ ક્રોસ કરતા જ ઘણા સમયથી ગેરકાયદેસર મચ્છી વેચાણ અને મચ્છી નું ગોડાઉન તરીકેનો ઉપયોગ થઈ રહ્યો છે. જ્યાં વેચાણ માટેના લાયસન્સ 8 થી 10 હોઈ શકે પરંતુ હાલમાં 80 થી 90 ઉપર મચ્છી વેચાણ કરનારાઓ અને ગેરકાયદેસર દુકાનોમાં ગોડાઉન તરીકે સંગ્રહ કરાવી તેમજ બરફ સાથેની ફેક્ટરી ચલાવાઈ છે, ત્યારે આ વિસ્તારમાં રહેવાસીઓ તેમજ ધંધાદારીઓ સામે મચ્છીની દુર્ગંધ અને સંગ્રહથી આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે એટલું જ નહીં દર મહિને બીજના દિવસે ઝુલેલાલના મંદિરે અનેક દર્શનાર્થીઓ આવતા હોય આસપાસમાં વેજ રેસ્ટોરન્ટ પણ આવેલા હોય અને આ રસ્તા ઉપર મુસાફરોની આવજા વધારે હોય ત્યારે આવા ગેરકાયદેસર રીતે શહેરની મધ્યમાં ચાલતા મચ્છી વેચાણના કેન્દ્રો અને ગોડાઉનને તાત્કાલિક હટાવવા હિન્દુ સેના દ્વારા જામનગરના મા. મ્યુનિ. કમિશનર સાહેબશ્રી પાસે રજૂઆત સાથે માંગણી જાન્યુઆરી 2025માં કરી હતી. આ બાબતે કમિશનર સાહેબ શ્રી ગંભીરતા દાખવી જાત તપાસ કરી અને સ્થાનિક રહેવાસીઓ તેમજ ધંધાદારીઓ અને આવતા જતા લોકોની વ્યથા ને ગંભીરતા દાખવી યોગ્ય નિર્ણય લઈ તાત્કાલિક ધોરણે આ ગેરકાયદેસર મચ્છી માર્કેટ દૂર કરવા પણ હિન્દુ સેનાના સૌરાષ્ટ્ર મંત્રી મયુર ચંદન દ્વારા જામનગરના કમિશનર સાહેબ પાસે માંગણી મૂકવામાં આવી છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300