બગડુ ગામના આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને આપવામાં આવતું પૂરક પોષણ અંગે ચકાસણી

બગડુ ગામના આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને આપવામાં આવતું પૂરક પોષણ અંગે ચકાસણી
Spread the love

બગડુ ગામના આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને આપવામાં આવતું પૂરક પોષણ અંગે ચકાસણી

જૂનાગઢ :  જૂનાગઢ (ગ્રામ્ય) તાલુકાના બગડુ ગામના આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને આપવામાં આવતી આઇ.સી.ડી.એસ.ની સેવાઓ અંગે આજરોજ પ્રોગ્રામ ઓફિસરશ્રી આઇ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત જૂનાગઢ દ્વારા ખરાઈ કરવામાં આવી હતી.

આંગણવાડી ખાતે બાળકોને આપવામાં આવતું પૂરક પોષણ સરકારશ્રી દ્વારા નિયત થયેલ મેનુ મુજબ આપવામાં આવે છે તે અંગે ચકાસણી કરવામાં આવી હતી સાથે આંગણવાડી કેન્દ્ર અને રસોડાની સ્વચ્છતા, પૂરક પોષણ માટે વપરાતી કાચી સામગ્રીની સફાઈ તેમજ ગુણવત્તા અને સરકારશ્રી દ્વારા આપવામાં આવતા સ્ટોકની જાળવણી વગેરે બાબતો અંગે આંગણવાડી કાર્યકરને જરૂરી સૂચનનો કરવામાં આવ્યા હતા.

આંગણવાડી ખાતે બાળકોને સરકારશ્રી દ્વારા નિયત ૧૭ થીમ મુજબ પુર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે. આજે આંગણવાડી ખાતે ફળની થીમ આધારિત પૂર્વ પ્રાથમિક શિક્ષણની વિવિધ પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી સાથે દર મંગળવારે આંગણવાડી કેન્દ્રો ખાતે વિવિધ લાભાર્થીને ધ્યાન રાખી મંગળ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. જેમાં બીજા મંગળવારના બાળતુલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના અનુસંધાને આંગણવાડી ખાતે નોંધાયેલા તમામ બાળકોના વજન ઊંચાઈ કરી તેમને વૃદ્ધિ અને વિકાસની ચકાસણી કરવામાં આવી હતી. આંગણવાડી કાર્યકર બહેનો બાળકોના વજન ઉંચાઇ ક્ષતિરહિત અને ચોક્કસાઈપૂર્વક લે તે માટે પ્રોગ્રામ ઓફિસરશ્રી દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લાની આંગણવાડી સુચારુ રીતે કાર્યરત રહે તે માટે પ્રોગ્રામ ઓફિસ દ્વારા આંગણવાડીઓનું નિયમિત સઘન મોનિટરિંગ કરવામાં આવે છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!