રાધનપુરના પ્રેમનગરના યુવકની હત્યા કરનાર આરોપી 4 મહિના બાદ ઝડપાયો..

રાધનપુર : યુવકની હત્યા કરનાર આરોપી 4 મહિના બાદ ઝડપાયો..
રાધનપુરના પ્રેમનગરના યુવકની હત્યા કરનાર આરોપી 4 મહિના બાદ ઝડપાયો..
• બે મિત્ર મજૂરી અર્થે સુરત જઈ રહ્યા હતા ત્યારે પાડોશીએ હત્યા કરી હતી.યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર મળે તે પહેલાં મોત નિપજ્યું હતું.
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પ્રેમનગરના યુવકની હત્યા કરનાર આરોપી ચાર માસ બાદ ઝડપાયો હતો. યુવક અને તેનો મિત્ર મજૂરી અર્થે સુરત જઈ રહ્યો હતો તે દરમિયાન પાડોશીએ હત્યા કરી હતી.રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામે ચારેક માસ અગાઉ બે મિત્રો મજૂરી અર્થે સુરત જઈ રહ્યા હતા. તે દરમિયાન તેઓની ઘરથારની જમીનમાં રહેતા પડોશીએ અચાનક ધારિયા વડે હુમલો કરતાં એક યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર મળે તે પહેલાં મોત નિપજ્યું હતું.
હુમલા દરમિયાન માતા છોડાવવા વચ્ચે પડતાં પડોશીની પત્નીએ પકડી રાખતાં તેના પતિએ ધારિયું ખભાના ભાગે મારતાં ઈજાઓ પહોંચી હતી. અા બંને હત્યારાઓ ભાગી છૂટયા બાદ મહિલાની ધરપકડ કરીને જેલ હવાલે કરી હતી જ્યારે ચારેક માસથી પોલીસ પકકડથી દૂર રહેલા યુવકને પણ પોલીસે દબોચી લીધો છે.
પ્રેમનગર ગામના સોમીબેન કેશાભાઈ ઠાકોરનો પુત્ર જગદીશ અને મિત્ર રવિ બન્ને મજૂરી અર્થે સુરત જતા હોઇ તેની માતા બસ સ્ટેન્ડ સુધી મૂકવા જતા હતા દરમિયાન અચાનક જગદીશને પડોશમાં રહેતા સુરસંગ ઉર્ફે ગટીયો ધારિયા વડે મોઢાના અને ગળા માથાના ભાગે ઘા મારતાં તે લોહી લુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. આજુબાજુમાં રહેતા લોકો દ્વારા માતા અને પુત્રને રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા પણ તબીબે તપાસતાં જગદીશનું મૃત્યુ થઇ ગયું હતું. આ મામલે સોમીબેન ઠાકોરએ પતિ પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300