તળેટીમાં મિશ્રઋતુની અસર: મેળાના પ્રથમ દિવસે ૨૬૮ને શરદી અને ૪૪૮ને શરીરના દુખાવાની સારવાર આપતું આરોગ્ય તંત્ર

તળેટીમાં મિશ્રઋતુની અસર: મેળાના પ્રથમ દિવસે ૨૬૮ને શરદી અને ૪૪૮ને શરીરના દુખાવાની સારવાર આપતું આરોગ્ય તંત્ર
પીવાના પાણીની ગુણવત્તા ચકાસવા ૧૧૪ પોઇન્ટ પર ટેસ્ટિંગ કરાયું
પ્રથમ દિવસે બપોર બાદ મોટી સંખ્યામાં સ્થાનિક શહેરીજનોએ મેળાનો નિજાનંદ માણ્યો
જૂનાગઢ : મહાશિવરાત્રીના મેળામાં પ્રથમ દિવસે આરોગ્ય તંત્રના દસેક હેલ્થ પોઇન્ટ પર 268 વ્યક્તિઓએ શરદીની સારવાર લીધી હતી. જ્યારે 448 વ્યક્તિઓને શરીરના દુખાવાની દવા આરોગ્ય સ્ટાફ દ્વારા આપવામાં આવી હતી.
તળેટીમાં રાત્રે અને સવારે અને બપોરે મિશ્ર ઋતુની અસર છે. બપોરના અરસામાં વધારે પાણીની જરૂરિયાત રહે છે.તંત્ર દ્વારા પૂરતા પાણીની વ્યવસ્થા કરી પાણીની ગુણવત્તા પણ ચકાસવામાં આવે છે. ગઈકાલે 114 જેટલા પાણીના સોર્સ પર ટેસ્ટીંગ પણ કર્યું હતું.
પ્રથમ દિવસે સ્થાનિક શહેરીજનોની મોટી ભીડ છતાં પોલીસ સહિત સંકલિત વિભાગોની સુંદર ટ્રાફિક સંકલન વ્યવસ્થાને કારણે લોકોએ શિવ આરાધના ભજનો, વહીવટી તંત્ર આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ અને વિવિધ વસ્તુઓની ખરીદી કરી મહાપ્રસાદ સાથે આનંદથી મેળો માણ્યો હતો.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300