પાટણ : નાણાવટી સ્કૂલ માગૅ પર ભૂવો પડતાં અકસ્માતની સંભાવના…

પાટણ : નાણાવટી સ્કૂલ માગૅ પર ભૂવો પડતાં અકસ્માતની સંભાવના…
Spread the love

પાટણ : નાણાવટી સ્કૂલ માગૅ પર ભૂવો પડતાં અકસ્માતની સંભાવના…

પાલિકા તંત્ર કે વિસ્તારના નગરસેવકો લોકો ની સમસ્યા દૂર કરવા અસમર્થ બનતાં રોષ..


હાલમાં પાટણ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાટણ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી તેમજ નવા પાણીના પાઇપલાઇન નાખવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારના માર્ગદર્શન વિના આડેધડખોદ કામ કરી પાણીની મુખ્ય પાઇપલાઇન લીકેજ કરવાની સાથે કામગીરી પૂર્ણ થયા બાદ ખોદકામ કરેલ ખાડાઓનું સુવ્યવસ્થિત રીતે પુરાણ નહીં કરાતા અવારનવાર માર્ગો પર ભુવા પડવાની સમસ્યાઓ સર્જાય રહી છે ત્યારે રવિવારના રોજ શહેરના સરદારબાગ નજીક નાણાવટી સ્કૂલ, સુભાષ ચોક રોડ તરફ જવાના માર્ગ પર મોટો ભુવો પડતા માર્ગ પરથી પસાર થતા રાહદારીઓને વાહન ચાલકોમાં અકસ્માત થવાની સંભાવનાઓ પ્રબળ બનવા પામી છે ત્યારે વિસ્તારના રહીશોએ કોઈ અકસ્માત ન થાય તે માટે માર્ગ પર પડેલા હોવાને સુરક્ષિત બનાવવા ભુવાની ફરતે ઈટો તેમજ લાકડીમા કપડું લગાવી લોકો ને ભુવાથી અવગત કરવામાં આવી રહ્યાં છે. તો આ વિસ્તારમાં ખોદકામ દરમિયાન દિવસભર રોડ પર એકલી માટી ઉડતી હોવાના કારણે પણ લોકો પરેશાન બન્યાં છે છતાં પાલિકા તંત્ર કે આ વિસ્તારમાથી ચુંટાયેલા નગરસેવકો લોકો ની સમસ્યા શુધ્ધા જોવા આવતું ન હોય લોકો મા રોષ જોવા મળી રહ્યો હોવાની સાથે વોર્ડ નંબર 7 ના રહિશો એ ભાજપ ને વોટ આપી છેતરાઈ હોવાનો અહેસાસ કરતાં હોવાના આક્ષેપ વિપક્ષના નગર સેવક ભરત ભાટીયા દ્રારા કરવામાં આવ્યા છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!