શંખેશ્વર જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટનું છેવાડાના વિસ્તારોમાં અનોખું અભિયાન…

શંખેશ્વર જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટનું છેવાડાના વિસ્તારોમાં અનોખું અભિયાન…
Spread the love

શંખેશ્વર જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટનું છેવાડાના વિસ્તારોમાં અનોખું અભિયાન…

વંચિતોને ઓરડે અજવાળાં પાથરવાં સૌરઉર્જાનો પ્રયોગ કરી સમગ્ર પંથકમાં અભિયાન હાથ ધરાશે.

પાટણ જિલ્લાના વઢિયાર પંથકમાં જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના નેજા હેઠળ જિજ્ઞાબેન શેઠ તેમની ટીમ અનેક સેવાકીય કાર્યો કરી જેની સુવાસ છેવાડાના માનવી સુધી પહોંચાડી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર ચોવીસ કલાક વીજવ્યવસ્થા માટે કટિબદ્ધ છે ત્યારે રણકાંઠે તેમજ રણ વચાળે અમુક એવાં વિસ્તાર છે જ્યાં હજી સુધી આ સમસ્યાઓ અકબંધ છે. દા. ત. વાદી વસાહત, બહારના રાજ્યમાંથી મજૂરી કરવાં આવતાં શ્રમજીવીઓના નિવાસસ્થાન, રણમાં વસતાં અગરિયાઓ વગેરે અનેક સ્થળોએ વીજળી હોતી નથી.આ તમામ સ્થળોનું સર્વે કરી, સૌરઉર્જાની પ્લેટો થકી ઓરડે ઓરડે અજવાળાં પથરાય એ માટે જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ નવો પ્રકલ્પ હાથ ધરી રહ્યું છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!