સરકારી માધ્યમિક શાળા દેવપુરા કલ્યાણપુરાના ધો.10ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ..

સરકારી માધ્યમિક શાળા દેવપુરા કલ્યાણપુરાના ધો.10ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ..
વિદ્યાર્થીઓને શાળા તરફથી વિવિધ ઈનામોં અને શિક્ષણ કીટ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા..
પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામની સરકારી માધ્યમિક શાળા દેવપુરા (કલ્યાણપુરા)ના ધોરણ-10 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. કાર્યક્રમ અંતર્ગત શાળા પરિવાર દ્વારા સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું સાથે જ ઉપસ્થિત મહેમાનો નો પુષ્પગુંજથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને વિદાય ને અનુરૂપ સ્પીચ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા શાળાના શિક્ષકોએ બાળકોને શિક્ષણને લઈને ઉપયોગી માર્ગદર્શિકા પ્રોત્સાહન આપ્યું હતું ત્યારબાદ વિદ્યાર્થીઓને શાળા તરફથી વિવિધ ઈનામોં આપી વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.સાથે પરીક્ષાલક્ષી માહિતી આપી આવનારી ધોરણ-10ની પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત ગ્રામજનો વાલીગણ,વિદ્યાર્થીઓ સહિત શાળાના આચાર્ય હાજર રહ્યા હતા
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300