પિતાજીની પ્રથમ પુણ્ય તિથિ એ પાલિતાણાના શિક્ષક ની શૈક્ષણિક ઈનોવેશન ઝોન કક્ષાએ પસંદગી

અનોખો યોગ પિતાજીની પ્રથમ પુણ્ય તિથિ એ પાલિતાણાના શિક્ષક નું શૈક્ષણિક ઈનોવેશન ઝોન કક્ષાએ પસંદગી પામતા રજૂ થશે.
ભાવનગર જીલ્લા ના પાલીતાણા ના ઇનોવેટિવ શિક્ષક નાથાભાઇ ચાવડા ના પિતા નોંઘાભાઇ ચાવડા નું 85 વર્ષ ની ઉંમરે ગત 27 ફેબ્રુઆરી 2024 ના રોજ નિધન થયું હતું .અને તે દિવસે તેમને મનુભાઈ પંચોળી દર્શક સોક્રેટિસ સન્માન મળ્યું તું. અને આ યોગા નું યોગ પોતાના પિતાજીની પ્રથમ પુણ્ય તિથિ ના દિવસે સૌરાષ્ટ્ર ઝોન કક્ષાના એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટિવલ માં પસંદગી પામતાં સન્માનિત થશે.. આવો સિદ્ધિ યોગ પુનરાવર્તિત થતા આ સિદ્ધિ નાથાભાઇ પોતાના માતા પિતાના શરણો માં પ્રસ્થાપિત કરશે…
GCERT – ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર આયોજિત સૌરાષ્ટ્ર ઝોન 1 કક્ષાનો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ 2025 નું આયોજન આગામી 27 ફેબ્રુઆરી થી 1 માર્ચ સુધી ગ્રામ દક્ષિણા મૂર્તિ આંબલા સંસ્થા ખાતે થઈ રહ્યું છે. ત્યારે સમગ્ર ભાવનગર નું ગૌરવ એવા પાલિતાણાની શ્રી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા ના શિક્ષક નાથાભાઇ ચાવડા સતત દસ વર્ષ થી ઇનોવેશન ફેસ્ટિવલ માં ભાગ લઈ અને પ્રેરણા આપતા રહ્યા છે ત્યારે આ વખતે લોક લોકભાગીદારી થી અનુપમ શાળા નામનું ઇનોવેશન નાં માધ્યમ થી સામાજિક સંસ્થા રાહી ફાઉન્ડેશન અમદાવાદ અને શત્રુંજય યુવક મંડળ અને સ્થાનિક આગેવાનો સહિત સુલસા શ્રાવિકા ગ્રુપ દ્વારા છેલ્લા બે વર્ષમાં 15 લાખ થી વધુ રકમનું દાન શાળામાં લાવી શાળામાં શૈક્ષણિક અને ભૌતિક સહિત સામાજિક સમસ્યા નું સમાધાન કરવામાં સફળતાં મળી છે.બાળકો તથા તેમના માતા- પિતા નાં સારા સ્વાસ્થ્ય માટે શત્રુંજય આરોગ્ય રથની સેવા ઉભી કરી શાળામા અઠવાડિયા માં ત્રણ દિવસ મેડિકલ સારવાર ઉભી કરી છે. એવા કેટલાય કામો અને ભાર વગર નાં ભણતર સંદર્ભ માં વિવિધ સિદ્ધિઓ હાંસલ કરીછે.સતત સમય દાન સાથે ટાઈમ ટિફિન અને ટોકન દ્વારા પોતાનું યોગદાન આપી આ સિદ્ધિ હાંસલ થઈ છે.પોતાના પગાર ના 10%રકમ પોતાની શાળામાં વાપરી બાળ દેવો ભવ નું સૂત્ર સાકાર કર્યું છે.ઘણી વખત લોકો ના નડતર પ્રયોગ સામે નવતર પ્રયોગ કરી સફળતા પ્રાપ્ત કરીછે. ઘસાઇ ને ઊજળા થઈએ નું સૂત્ર સાકાર કર્યું છે. આમ આવા અનોખા શિક્ષક ની આ સિદ્ધિ અપાવનાર સામાજિક સાથાઓ અને વ્યક્તિઓ ને અને એમની નિષ્ઠા ને વંદન..
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300