બગદાણા ગુરૂ આશ્રમના પરમ સેવક કાંતિભાઈ પુરોહિત નું દુઃખદ નિધન

બગદાણા ગુરૂ આશ્રમના પરમ સેવક કાંતિભાઈ પુરોહિત નું દુઃખદ નિધન
બજરંગદાસ બાપાના ધામ બગદાણા ગુરૂ આશ્રમના અનન્ય સેવક કાંતિભાઈ ચુનીલાલ પુરોહિત (ઉ વ 83) નું તા.27 ને બુધવાર (શિવરાત્રી) ના રોજ બગદાણા ખાતે હાર્ટ એટેક ના કારણે દુઃખદ અવસાન થયું છે.
નિવૃત્ત ગ્રામ સેવક રહેલા કાંતિદાદા સદગુરુ પૂ.બજરંગદાસ બાપાના કૃપા પાત્ર તેમજ ગુરુ આશ્રમ બગદાણા કાર્યકર્તા તરીકે સેવા આપતા હતા.તેમની ગુરુ આશ્રમના વિવિધ મહોત્સવ , સ્થાનિક તથા અન્યત્ર પ્રસંગોમાં રસોડાના આયોજનોમાં વિશેષ સેવા રહી હતી.
આજે સાંજે 4 વાગે બગદાણા ના ગામજનો શોક દર્શક બંધ પાળીને અંતિમ યાત્રામાં જોડાયા હતા. વિશાળ અંતિમ યાત્રામાં ગુરુ આશ્રમના કાર્યકર્તાઓ, સ્નેહીજનો મોટી સંખ્યા માં જોડાયા હતા.
તેમનું બેસણું તા.1 માર્ચ, ને શનિવારે સવારે 9 થી 5 દંગવાડી, મંડળીના ગોડાઉન પાછળ,પ્લોટ વિસ્તાર, તેમના નિવાસ સ્થાને રાખેલ છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300