રાધનપુર-સાંતલપુર તાલુકામાં 1 એપ્રિલથી સિંચાઇ માટે નર્મદાનું પાણી બે માસ માટે બંધ કરાશે…

રાધનપુર-સાંતલપુર તાલુકામાં 1 એપ્રિલથી સિંચાઇ માટે નર્મદાનું પાણી બે માસ માટે બંધ કરાશે…
કચ્છ બ્રાન્ચ કેનાલ કે.બી.સી. બે મહિના સુધી બંધ રહેશે, વિસ્તારના લોકોને સિંચાઇ માટે પાણીને લઈને મુશ્કેલી સર્જાશે.
પાટણ જીલ્લાના રાધનપુર-સાંતલપુર તાલુકામાં 1 એપ્રિલથી સિંચાઇ માટે નર્મદાનું પાણી બે માસ માટે બંધ કરવામાં આવનાર છે ત્યારે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા આગામી 1 એપ્રિલથી નર્મદા કેનાલમાં પિયત માટે પાણી બંધ કરવામાં આવશે જે આ નિર્ણયથી પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને પિયત માટે મળતું પાણી બંધ થવાથી ખેડુતોને મુશ્કેલી નો સામનો કરવો પડશે. જીલ્લાના રાધનપુર, સાંતલપુર, સમી, સુઈગામ, ભાભર અને કાંકરેજ સહિતના તાલુકાઓમાં નર્મદાની પ્રશાખા અને વિશાખા નહેરોમાંથી પાણીનો ઉપયોગ થાય છે જેમાં કચ્છ બ્રાન્ચ કેનાલ કે.બી.સી. બે મહિના સુધી બંધ રહેશે તેમ નર્મદા વિભાગના ઇજનેરએ જણાવ્યું હતું.
નર્મદા નિગમે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે જો કોઈ ખેડૂત ઉનાળું પાકનું વાવેતર કરશે તો તેની જવાબદારી નર્મદા નિગમની રહેશે નહીં. વધુમાં, નહેરો પર અનધિકૃત રીતે મૂકેલા મશીનો, પમ્પો અને બકનળીઓ હટાવવાની ચેતવણી આપવામાં આવી છે. હેડ રેગ્યુલેટર ગેટને નુકસાન પહોંચાડનાર સામે કડક કાર્યવાહીની ચેતવણી પણ આપી દેવામાં આવી છે. આ નિર્ણયની સૌથી મોટી અસર સાંતલપુર-રાધનપુર તાલુકાના છેવાડાના ગ્રામ્ય વિસ્તારો પર પડશે. ભર ઉનાળે આ વિસ્તારના લોકોને પીવાના પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડશે તેવું જણાઈ જોવા મળી રહ્યું છે.
રાધનપુર તાલુકાના ખેડૂતે જણાવ્યું હતું કે હવે તમામ ખેતી કેનાલના પાણી આધારિત થઈ ગઈ છે અને એક મહિના પૂરતું પણ પાણી બંધ થઇ જાય તો બાજરી, જુવાર, સહિત ઉનાળુ પાકનું વાવેતર ન કરી શકે અને ધનિક ખેડૂત ટ્યુબવેલના પાણીથી પણ ઉનાળુ વાવેતર કરશે પણ પાણીની સગવડ ન હોય તેવા ખેડૂતો ઉનાળુ વાવેતર કરી શકશે નથી જેથી ખેડુતોને નુકશાન વેઠવાનો વારો આવશે.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300