કડીના મેડા આદરજ ગામના તલાટી કમ મંત્રીની લાળીયા વાડી, અરજદારો,ગ્રામજનો પરેશાન

કડીના મેડા આદરજ ગામના તલાટી કમ મંત્રીની લાળીયા વાડી, અરજદારો,ગ્રામજનો પરેશાન
Spread the love

કડીના મેડા આદરજ ગામના તલાટી કમ મંત્રીની લાળીયા વાડી, અરજદારો,ગ્રામજનો પરેશાન

કડી તાલુકો અને શહેર દિવસે ને દિવસે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ ની મનમાનીના કારણે લોકો હેરાન પરેશાન થતા હોય તેવું જોવા મળી રહ્યું છે, જ્યારે કડી તાલુકાના મેડા આદરજ ગામના તલાટી અનિયમિત ના કારણે લોકો તેમજ ગ્રામજનો પરેશાન થયું ઉઠ્યા છે.

કડી તાલુકાના સાણંદ રોડ ઉપર આવેલ મેડા આદરજ ગામ નો વિકાસ ખૂબ જ સારો થયો છે. જ્યાં ગામની અંદર સરકાર દ્વારા અનેક વિકાસના કામો કર્યા છે તેમજ આજુબાજુ પણ ઉદ્યોગિક એકમો કપાયા છે જ્યાં મેડા આદરજ ગામમાં 2000થી પણ વધુ વસ્તી ધરાવે છે જ્યારે મેડા આદરજ ગામના તલાટી માત્ર અઠવાડિયામાં બે જ દિવસ આવતા હોવાથી લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. જ્યારે શુક્રવારે સવારથી જ ગામની પંચાયત બંધ હાલતમાં જોવા મળી હતી તેમજ ખંભાતી તાળા જોવા મળ્યા હતા. સવારથી જ 50થી પણ વધુ અરજદારો કામ સારું પંચાયતે આવ્યા હતા પરંતુ તલાટી ન આવતા લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.

ગ્રામજનો તેમજ અરજદારો નું કહેવું હતું કે તલાટી સમયસર આવતા ન હોવાથી અમારા કામ થતાં નથી તેમ જ અઠવાડિયામાં માત્ર બે દિવસ જ આવે છે જ્યારે મેડા અદરજ ગામના તલાટી જગદીશ પરમાર નો ટેલીફોનિક સંપર્ક કરતા તેઓનો ફોન બંધ જોવા મળ્યો હતો અને સંપર્ક થઈ શક્યો ન હતો. મહેસાણા DDO દ્વારા બે મહિનામાં અનેક વખત કડી ગ્રામ્ય વિસ્તારોની સરપ્રાઈઝ મુલાકાત લેવામાં આવેલી હતી તેમ છતાં નઘરોડ તલાટીઓને જાણે કંઈ ફેર જ ન પડતો હોય તેવું જોવા મળી રહ્યું છે.

રીપોર્ટ : ધવલ ગજ્જર કડી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!