રાધનપુર: વીરપુર પ્રા.શાળા ના શિક્ષિકાની જિલ્લાફેર બદલી થતાં ગામ હિબકે ચડ્યું.

રાધનપુર: વીરપુર પ્રા.શાળા ના શિક્ષિકાની જિલ્લાફેર બદલી થતાં ગામ હિબકે ચડ્યું.
રાધનપુર: વીરપુર પ્રા.શાળા ખાતે શિક્ષિકાની જિલ્લાફેર બદલી થતાં શાળામાં વિદાય પ્રસંગે ગામ હિબકે ચડ્યું.
શિક્ષિકાની શૈક્ષણિક ઉત્કૃષ્ટ કામગીરી અને શાળાના વિદ્યાર્થીઓ પ્રત્યેનો પ્રેમ જોઈ શાળાના ભૂલકાઓ સહીત ગામ લોકો ચોધાર આંસુડે રડી પડ્યા..
વીરપુર પ્રા શાળા ખાતે 17 વર્ષ ફરજ બજાવી જિલ્લા ફેર બદલી થતાં વિદાય સમારંભ યોજાયો..
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સાતુન ગામની ગામડી વિસ્તાર તરીકે ઓળખાતા વીરપુર પ્રાથમિક શાળા ખાતે શિક્ષિકાના વિદાય પ્રસંગે સૌપ્રથમ શાળાના પટાંગણમાં શ્રી સરસ્વતી માતાજી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. ત્યારબાદ વિદાય લઈ રહેલ શિક્ષિકા આરતીબેનને શાળાના શિક્ષકો દ્વારા તેમજ શાળાના આચાર્ય હિરલબેન આહીર તેમજ કાર્યક્રમમાં પધારેલ મહેમાનો ગ્રામજનો અને શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષિકા બેનનું સ્વાગત કરી મોમેન્ટ આપી સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. વિરપુર પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં યોજાયેલ વિદાય સમારંભ કાર્યક્રમ અંતર્ગત શાળાના ભૂલકાઓ સહીત ગામ હિબકે ચડ્યું હતું. શાળાના પટાંગણમાં કાર્યક્રમ અંતર્ગત નાના ભૂલકાઓ સહિત શિક્ષકો અને ઉપસ્થિત ગ્રામજનો રડી પડ્યા હતા જે આ ભાવુક દ્રશ્ય જોઈ વિદાય લઈ રહેલ શિક્ષિકા આરતીબેન પણ રડી પડ્યા હતા
રાધનપુરના વીરપુર પ્રા.શાળા ખાતે જિલ્લા ફેર બદલી થતાં શિક્ષિકા આરતીબેન નો શાળા તરફથી વિદાય સમારંભ યોજાયો હતો.
વીરપુર પ્રાથમિક શાળા ખાતે વિદાય લઈ રહેલા શિક્ષિકા રાવલ આરતીબેન ભાનુપ્રસાદ ના વિદાય અને ભાવ દર્શન કાર્યક્રમ અંતર્ગત મોટી સંખ્યામાં શાળાના બાળકો સહિત ગ્રામજનો વિદાય પ્રસંગે જોડાયા હતા.અને શાળામાં આરતીબૅન શિક્ષિકાની 17 વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી અને શૈક્ષણિક કાર્ય તેમજ ગ્રામજનો પ્રત્યે એક અલગ જ સંબંધ ધરાવનાર શિક્ષિકા જ્યારે વિદાય. લઇ રહ્યા હતા ત્યારે વિદાય પ્રસંગે શાળાના પતંગ માં દરેકની આંખ રડી પડી હતી અને ભાવુક દ્રશ્ય જોવા મળ્યું હતું. શાળાના આ વિદાય પ્રસંગે એક એવો નજારો જોવા મળ્યો કે કાર્યક્રમ અંતર્ગત સમસ્ત ગામ ઉપસ્થિત હોય અને એ પણ સમસ્ત ગ્રામજનો જ્યારે બેન વિદાય લેતા હોય ત્યારે સમસ્ત ગ્રામજનોની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા.
વીરપુર પ્રા.શાળા ખાતે શિક્ષિકા તરીકે છેલ્લા 17 વર્ષથી ફરજ બજાવતા આરતીબેન ને જિલ્લા ફેર બદલી થતાં વીરપુર પ્રા.શાળાના પટાંગણમાં વિદાય પ્રસંગ યોજાયો હતો.જે વિદાય પ્રસંગે શાળાના બાળકો ચોધાર આંસુથી રડી પડ્યા હતા. જયારે શાળાના બાળકો નાના ભૂલકાઓ શિક્ષિકા વિદાય લેતા વિદ્યાર્થીઓની આંખો રડી પડતા બેઘડી વાતાવરણ પ્રેમમય બન્યું હતું.તેમજ શાળાના કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનો, શિક્ષકો પણ હિબકે ચડ્યા હતા જે દ્રશ્ય જોઈ વિદાય લઈ રહેલ શિક્ષિકા આરતીબેન પણ ભાવુક જોવા મળ્યા હતા.
આમ, રાધનપુરના વીરપુર પ્રા.શાળા ખાતે યોજાયેલ વિદાય પ્રસંગે આરતીબેન કે જેઓની ઉત્કૃષ્ટ કામગીરી જોઈને ઉપસ્થિત સૌ કોઈ શાળાના બાળકો, શિક્ષકો અને ગ્રામજનોની આંખો ભાવુક જોવા મળી હતી.શાળામાં વિદાય લઈ રહેલ શિક્ષિકા નો આભાર વ્યક્ત કરવા શાળાના બાળકો,ગ્રામજનો,શાળાનો સ્ટાફ અને ઉપસ્થિત મહાનુભાવોએ દરેકે પોતપોતાની રીતે નાના મોટી ભેટ આપી સન્માન કર્યું હતું.
વિરપુર પ્રા શાળા ખાતે યોજાયેલ વિદાય પ્રસંગ અંતર્ગત રાધનપુરના વીરપુર પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ વિદાય સમારંભ પ્રસંગે સી.આર.સી કો.ઓ કમાલપુર ભરતભાઈ, સી.આર.સી કૉ.ઓ રાધનપુર જયરામભાઈ, સાતુંન પ્રાથમિક શાળા, રામેશ્વર શાળા પરિવાર,કમાલપુર પ્રા શાળા પરિવાર, શૈક્ષણિક સંઘ રાધનપુર અનિલભાઈ,મહાદેવભાઇ, પાટણ જિલ્લા શૈક્ષણિક સંઘ મહામંત્રી મહાદેવભાઇ રબારી, રાધનપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ લાલજીભાઈ ચૌધરી, અનિલભાઈ ઠાકોર, સાંતલપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કાનાભાઈ આહીર, બી.આર.સી કૉ સાંતલપુર આહિર સામંતભાઈ, તાલુકા પંચાયત સદસ્ય ડોડીયા હીરાભાઈ, સીઆરસી કમાલપુર, સી.આર.સી કૉ.ઑ રાધનપુર, જુના પુરાણા શિક્ષક ભાવેશભાઈ, તલાટી કમ મંત્રી સાતુંન ઠાકોર લીનાબેન, વીરપુર પ્રા.શાળાના આચાર્ય હિરલબેન આહીર, સરપંચ દેવશીભાઈ સાતુન, પૂર્વ સરપંચ ડોડીયા પબજીભાઈ સાતુંન અને શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ સહીત સમસ્ત વાલીગણ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ .
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300