કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ આણંદ રેલવે સ્ટેશનની મુલાકાતે

કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ આણંદ રેલવે સ્ટેશનની મુલાકાતે
Spread the love

કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ આણંદ રેલવે સ્ટેશનની મુલાકાતે

વંદે ભારત એક્સપ્રેસનું આણંદ જંકશન પર સ્ટોપેજ મળતાં કેન્દ્રીય રેલ મંત્રીશ્રીનો આણંદની જનતા વતી આભાર વ્યક્ત કરતાં સાંસદશ્રી મિતેષ પટેલ સહિત સ્થાનિક પદાધિકારીઓ

આણંદ, મા કેન્દ્રીય રેલ્વે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવએ આણંદ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાત દરમિયાન સાંસદશ્રી મિતેષ પટેલ સહીત સ્થાનિક પદાધિકારીશ્રીઓ પણ જોડાયા હતા.
કેન્દ્રિય રેલ્વે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂંરદેશી નેતૃત્વમાં આ વર્ષના બજેટમાં ગુજરાતને રૂ.૧૭,૧૫૫ કરોડ જેટલી રકમ રેલ્વેના નવિનીકરણ માટે ફાળવવામાં આવી છે.


જે અંતર્ગત ગુજરાતમાં રેલ્વેના વિવિધ પ્રોજેક્ટ સમયમર્યાદામાં ગુણવત્તા સાથે કામ હાથ ધરાશે, તેમ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું .
વધુમાં તેમણે ઉમેરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૮૭ જેટલા રેલ્વે સ્ટેશનોનું નવીનીકરણ હાથ ધરવામાં આવશે. જેમાં આણંદ જિલ્લાના રેલ્વે જંકશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેની ડિઝાઈન પર ટૂંક સમયમાં જ કાર્ય હાથ ધરવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું.
આ વેળાએ વંદે ભારત એક્સપ્રેસનું આણંદ જંકશન પર સ્ટોપેજ મળતાં કેન્દ્રીય રેલ મંત્રીશ્રીનો આણંદની જનતા વતી સાંસદ શ્રી મિતેષ પટેલ સહિત સ્થાનિક પદાધિકારીઓ આભાર વ્યક્ત કર્યો હતો.
આ વેળાએ આણંદ ધારાસભ્યશ્રી યોગેશ પટેલ, જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી, રેલવે પ્રશાસનના ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા કર્મીઓ જોડાયા હતા.

રિપોર્ટ : ભૂમિકા પંડ્યા. આણંદ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!