રાધનપુરમાં આડેધડ ખોદકામ થી પ્રજાને પરેશાની..

રાધનપુરમાં આડેધડ ખોદકામ થી પ્રજાને પરેશાની..
રાધનપુરમાં જીઇબીના અંડર ગ્રાઉન્ડ વાયરીંગ ને કારણે પાણીની પાઇપો તૂટતા ભારે હાલાકી..
કોન્ટ્રાકટર કે ન.પાલિકા દ્વારા પાઇપ રિપેર ના કરતા હજારો લિટર પાણીનો વેડફાટ..
પાટણ જીલ્લાના રાધનપુર શહેરના મસાલી રોડ ઉપર જીઇબીના અંડર ગ્રાઉન્ડ વાયરીંગ નાખવાની કામગીરી કરતા કોન્ટ્રાકટર દ્વારા આડેધડ ખોદકામ કરતા વિસ્તારના લોકોને પાણી પૂરું પાડતી નગર પાલિકાની પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા ઠેર ઠેર પાણી ભરાયાં હતાં. સ્થાનિક લોકો દ્વારા પાલિકામાં તેમજ કોન્ટ્રાક્ટરને જાણ કરવા છતાં પાઇપ લાઇનનું સમારકામ કરવામાં ના આવતા પાણી નો વેડફાટ થતા સોસાયટીમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયું હતું વિસ્તારના લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
રાધનપુર શહેરના મસાલી રોડ ઉપર જીઇબીના અંડર ગ્રાઉન્ડ વાયરીંગ નાખવાની કામગીરી કરતા કોન્ટ્રાકટર દ્વારા આડેધડ ખોદકામ કરતા નીલકંઠ અને રામદેવ સોસાયટી નગર પાલિકા દ્વારા પીવાનું પાણી પૂરું પાડતી ની પાઇપ લાઇન તૂટી ગઈ હતી. જ્યારે શનિવારના બપોરે નગર પાલિકા દ્વારા પાણી છોડવામાં આવતા ઠેર ઠેર પાણી ભરાઈ જતા સોસાયટીમાં તળાવ બની ગયું હતું.આ બાબતે સોસાયટીના લોકો દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે જીઇબીના કોન્ટ્રાકટર દ્વારા પાણીની પાઇપ લાઇન તોડી નાખી છે આ બાબતે પાલિકામાં જાણ કરવા છતાં પાલિકા દ્વારા સામરકામ કરવામાં આવેલ નથી અને પાણી છોડતા સોસાયટીમાં પાણી ભરાઈ ગયું છે. છેલ્લા ચાર પાંચ દિવસ થી સોસાયટીમાં પાણી આવતું નથી જેને લઈને લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોવાનું પણ લોકોએ જણાવ્યું હતુ. તાજેતરમાં યોજાયેલ નગર પાલિકાની ચૂંટણી દરમ્યાન વચનો આપીને ગયેલા નગર સેવકો પણ અહીં ફરકતા નથી જેને લઇને રામદેવ અને નીલકંઠ સોસાયટીના રહીશોને પાણીની વિકટ સમસ્યા વેઠવાનો વારો આવ્યો હોવાનું પણ રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આડેધડ ખોદકામ ને કારણે વારંવાર પાઇપો તૂટે છે.
રાધનપુર નગર પાલિકાની હદમાં ચાલતી કામગીરી દરમ્યાન કોન્ટ્રાકટર દ્વારા આડેધડ ખોદકામ કરતા પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ સર્જાય છે. જેને કારણે લોકોને કેટલાય દિવસો સુધી પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે. ખોદકામ કરતા કોન્ટ્રાકટર અને પાલિકા ના જવાબદાર અધિકારી વચ્ચે તાલમેલના અભાવે સર્જાતી સમસ્યાનો ભોગ આમ જનતાને બનવું પડે છે.
રિપોર્ટ અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300