જ્ઞાનમંજરી સ્કૂલ રાળગોન, 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી

જ્ઞાનમંજરી સ્કૂલ રાળગોન, 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી
રાળગોન ગામે આવેલી જ્ઞાનમંજરી સ્કૂલ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.જેમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાંની 1-ચિત્ર સ્પર્ધા, 2-નિબંધ સ્પર્ધા, 3- વકૃત્વ સ્પર્ધા તેમજ બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરેલ વિશેષ પ્રયોગો તેમજ પાઠ્યપુસ્તક માંના પ્રયોગો તૈયાર કરી પ્રદર્શન ગોઠવ્યું હતું.જે અંતર્ગત વિવિધ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ એક થી ત્રણ નંબર પ્રાપ્ત કર્યા હતા.સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થી દ્વારા બનાવેલા વિવિધ મોડેલ અને પ્રયોગો તૈયાર કરી પોતાની અંદર રહેલી સર્જન કરવાની શક્તિ વિકસાવવાના હેતુ સાથે સંપૂર્ણ કાર્યક્રમ સફળ રહ્યો.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300