રાધનપુર તાલુકાની ગ્રામપંચાયતોમાં વિકાસના કામોમાં ગેરરીતી થતી હોવાની રાવ ઉઠી…

રાધનપુર તાલુકાની ગ્રામપંચાયતોમાં વિકાસના કામોમાં ગેરરીતી થતી હોવાની રાવ ઉઠી…
રાધનપુર તાલુકાની ગ્રામ્ય વિસ્તારની અનેક ગ્રામ પંચાયતોની ગ્રાન્ટોમાં તલાટીઓ અને કોન્ટ્રાકટરોની સાંઠગાંઠ હોવાની લોક ચર્ચાએ વેગ પકડ્યો…
ગ્રામીણ વિસ્તારના ગ્રામ પંચાયતોના તલાટી કમ મંત્રીઓ વિકાસના કામોમાં પોતાની ૧૦ ટકાની ટકાવારી લઈને બીલો બનાવી તેમજ ગેરરીતી આચરતી હોવાની લોકચર્ચાએ જોર પકડયું…
પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામોમાં વ્યાપક રીતે ગેરરીતી થઈ હોવાની બૂમરાડ હાલ રાધનપુર તાલુકાના વિસ્તારના લોકોમાં મચી જવા પામી છે. ત્યારે વર્તમાનમાં વધુ એક લોકચર્ચાએ જોર પકડયું છે જેમાં ગ્રામીણ વિસ્તારોમાં વિકાસના કામો જેવા કે રસ્તા, પેવર બ્લોક ભૂગર્ભ ગટરલાઈન જેવા વિકાસના કામોમાં લાખો રૂપિયા સગેવગે થઈ ગયા હોવાની ચર્ચા લોકોમાં જોવા મળી રહી છે. ત્યારે ગ્રામીણ વિસ્તારના ગ્રામ પંચાયતોના તલાટી કમ મંત્રીઓ વિકાસના કામોમાં પોતાની ૧૦ ટકાની ટકાવારી લઈને બીલો બનાવી તેમજ ગેરરીતી આચરતી હોવાની લોકચર્ચાએ જોર પકડયું છે. ત્યારે તાલુકા વિકાસ અધિકારી,જીલ્લા વિકાસ અધિકારી તમામ ગ્રામ પંચાયતોના રેકર્ડ તેમજ વિકાસના કામો ચાલી રહ્યા હોય તેનું સ્થળ નિરીક્ષણ કરી કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300