માળીયા હાટીના તાલુકાના વડીયા પે સેન્ટર શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ

માળીયા હાટીના તાલુકાના વડીયા પે સેન્ટર શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ
જૂનાગઢ : માળીયા હાટીના તાલુકાના વડીયા પે સેન્ટર શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોએ વિવિધ વિજ્ઞાનલક્ષી મોડલ્સ અને પ્રયોગોને અનુલક્ષીને કૃતિઓ તૈયાર કરવામાં આવી હતી. જે પ્રદર્શિત કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવણીમાં માળીયા હાટીનાના તાલુકા શિક્ષણાધિકારી શ્રી બાલુભાઈ ભલગરીયા, પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને વડીયાના આચાર્ય શ્રી હમીરબાપુ, શૈક્ષણિક મહાસંઘના પ્રમુખ શ્રી જયદીપભાઈ ડોડીયા, શ્રી રાજેશભાઈ ડોડીયા સહભાગી બન્યા હતા. ગણિત વિજ્ઞાનના શિક્ષક શ્રી કિંજલબેન રાઠોડના માર્ગદર્શન હેઠળ બાળકોએ વિવિધ વિજ્ઞાનલક્ષી મોડલ્સ અને પ્રયોગો આધારીત કૃતિઓનું પ્રદર્શન ગોઠવ્યું હતું. જેમાં તમામ સ્ટાફની ભાગીદારી રહી હતી.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300