સુશીલાબા જલધારા અને બટુકદાદા જલધારા નું લોકાર્પણ

સુશીલાબા જલધારા અને બટુકદાદા જલધારા નું લોકાર્પણ
ગુલાબચંદ ઝવેરચંદ શાહ શાળા ભદ્રાવળ ખાતે સુશીલાબા જલધારા નું લોકાર્પણ કરવામાં આવ્યું. આ શાળામાં પાણીની પરબ બંધાવી માતુશ્રી સુશીલાબાના આત્માને તર્પણ કરવામાં આવ્યું. છેલ્લા 17 વર્ષથી માદરે વતન ને જતન કરી રહેલા સુશીલાબા પરિવાર થકી પીવાના પાણીની સવલત કરી આપવામાં આવી છે . શાળાના આચાર્યશ્રી અને ગ્રામજનોએ ખૂબ ખૂબ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં અમિતભાઈ શાહ અને એમની પુત્રવધૂ ડૉ. મોનાબેન શાહ જે રોટરી ક્લબ ઓફ જુહુ બીચ મુંબઈના પ્રોજેક્ટ કોર્ડીનેટર છે તેઓએ હાજરી આપી હતી. સાથે એચ.વી.એસ ફાઉન્ડેશનના મનીષાબેન શાહ અને વિજયભાઈ જૈન પણ હાજર રહ્યા હતા. આ ફાઉન્ડેશન દ્વારા આ શાળાને બે સ્માર્ટ ટીવી પણ આપ્યા. આ સાથે આ જ પરિવાર દ્વારા હડમતીયા પ્રાથમિક શાળામાં બટુકદાદા જલધારા બંધાવી આપેલ.અહી પણ આ પરબનું નિર્માણ કરવામાં આવેલ. એ સાથે શ્રી માંડવડા ૨ શાળામાં સુશીલાબા રંગમંચ નું પણ નિર્માણ કરવામાં આવ્યું. મુંબઈ સ્થિત પરમાનંદદાદાના જન્મ સ્થળ લાપાળિયા ગામમાં આવેલી હાઈસ્કૂલને પ્રવેશદ્વાર પણ બંધાવી આપવામાં આવેલ છે .સાથે ખોડીયારનગર ના તમામ બાળકોને જરૂરી સ્ટેશનરી પૂરી પાડવામાં આવી. સાથે વાલર શાળા ને કબાટ અને શ્રી જામવાળી શાળાને સાઉન્ડ સિસ્ટમ અર્પણ કરવામાં આવી. અને સાથે શૈક્ષણિક કીટ આજુબાજુની શાળામાં 500 બાળકોને વહેંચવામાં આવી હતી. લામધાર તથા વિઠ્ઠલવાડી અને લાપાળીયા શાળામાં તમામ બાળકોને બટુકભોજન કરવામાં આવેલ. આ માટે સૌએ દાતાશ્રીઓ પ્રત્યે ખૂબ ખૂબ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300