પાટણ યુનિવર્સિટી દ્વારા આગામી તા. 5 અને 6 માર્ચના રોજ 35 મા કલ્પવૃક્ષ યુવક મહોત્સવ યોજાશે..

પાટણ યુનિવર્સિટી દ્વારા આગામી તા. 5 અને 6 માર્ચના રોજ 35 મા કલ્પવૃક્ષ યુવક મહોત્સવ યોજાશે..
Spread the love

પાટણ યુનિવર્સિટી દ્વારા આગામી તા. 5 અને 6 માર્ચના રોજ 35 મા કલ્પવૃક્ષ યુવક મહોત્સવ યોજાશે..

યુનિવસિટી સંલગ્ન 5 જિલ્લા ની 86 કોલેજના 1020 વિદ્યાર્થીઓ આ મહાકુંભ મા ભાગ લેશે..

વૃક્ષો એ પર્યાવરણનું અભિન્ન અંગ છે અને ભારતીય સંસ્કૃતિમાં તેનું આગવું સ્થાન રહેલું છે.ત્યારે વિધાર્થીઓ પર્યાવરણનું જતન કરે તથા કલ્પવૃક્ષ જેવા ગુણો પોતાના જીવનમાં ઉતારે તે હેતુસર હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી તા. 5 અને 6 માર્ચ એમ 2 દિવસ 35 મા કલ્પવૃક્ષ યુવક મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
તા.5 માર્ચ ના રોજ કુલપતિ પ્રો.કે.સી.પોરીયા,તારક મહેતાના ઉલ્ટા ચશ્માં મા સુંદર નું પાત્ર અદા કરનાર મયુર વાકાણી,આચાર્ય મહામંડલેશ્વર સ્વામી જાનકીદાસ બાપુ ની વિશેષ ઉપસ્થિતિમમા આ યુવક મહોત્સવને ખુલ્લો મુકવામાં આવશે.
પાટણ ની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવસિટી સંલગ્ન 5 જિલ્લાની 86 કોલેજના 1020 વિદ્યાર્થીઓ આ મહાકુંભ મા ભાગ લેનાર છે તો 182 ટીમ મેનેજર નો સમાવેશ કરવામાં આવ્યો છે .
યુનિવર્સિટીમાં યોજાનારા 35 માં યુવક મહોત્સવમાં વકૃત્વ સ્પર્ધા, ગઝલ, શાયરી અને કાવ્ય લેખન, ડિબેટ, ક્વિઝ, હસ્તકલા હોબી, સર્જનાત્મક કારીગરી, રંગોળી, કાર્ટુનિંગ, ચિત્રકલા, કોલાજ, ક્લે મોડેલિંગ, પોસ્ટર મેકિંગ, તત્કાલ છબીકલા, હળવું કંઠ્ય સંગીત, શાસ્ત્રીય કંઠ્ય સંગીત, શાસ્ત્રીય વાદ્ય સંગીતમાં તાલવાદ્ય અને સ્વરવાદ્ય, શાસ્ત્રીય નૃત્ય, વેસ્ટર્ન વોકલ (સોલો), લોકગીત, ભજન, દુહા છંદ, મિમિક્રી, મૂક અભિનય, સમૂહ ગીત, વેસ્ટર્ન ગ્રુપ સોંગ, એકાંકી, લઘુ નાટક (સ્કિટ), સમૂહ નૃત્ય, પ્રાચીન રાસ, સમૂહ લોકવાદ્ય સંગીત સહીત ની સ્પર્ધા યોજવામાં આવનાર હોવાનું
યુનિવસિટીના શારીરિક શિક્ષણ, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ડાયરેક્ટર ડૉ. ચિરાગ પટેલે જણાવ્યું હતું.

રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!