રાણાવાવ ન.પા. ના પ્રમુખ તરીકે ગીતાબેન ભૂતિયા અને ઉ.પ્ર. રમાબેન પીપરોતરા ની વરણી

રાણાવાવ ન.પા. ના પ્રમુખ તરીકે ગીતાબેન ભૂતિયા અને ઉ.પ્ર. રમાબેન પીપરોતરા ની વરણી
રાણાવાવ નગર પાલિકા ના પ્રમુખ તરીકે ગીતાબેન જીતેન્દ્ર ભૂતિયા અને ઉપ પ્રમુખ રમાબેન ભરતભાઈ પીપરોતરા ની વરણી
રાણાવાવ નગર પાલિકા ખાતે કુતિયાણાના પ્રાંત અધિકારી સોજીત્રા મેડમ ની ઉપસ્થિતીમાં યોજાયેલ પ્રમુખ, ઉપપ્રમુખ ની ચૂંટણીમાં થઈ જાહેરાત
પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાની રાણાવાવ નગર પાલિકાના પ્રમુખ અને ઉપ પ્રમુખ ની ચૂંટણી આજે તા. ૦૫/૦૩/૨૦૨૫ ને બુધવારના રોજ રાણાવાવ નગર પાલિકા ખાતે કુતિયાણા ના પ્રાંત અધિકારી સોજીત્રા મેડમ ની ઉપસ્થિતિ માં યોજાયેલ .
રાણાવાવ નગર પાલિકા માં ધારા સભ્ય કંધલભાઈ પ્રેરિત સાશન રહેલું. અને આ વખતે પણ જંગી બહુમતીથી કાંધલ ભાઈ પ્રેરિત સમાજવાદી પાર્ટીના સભ્યો ચૂંટાયા છે.
આજે યોજાયેલી પ્રમુખ ઉપ પ્રમુખ ની ચૂંટણીમાં પ્રમુખ તરીકે રાણાવાવ નગર પાલિકાના વોર્ડ નંબર ૭ માં થી વિજેતા બનેલ ગીતાબેન જીતેન્દ્રભાઈ ભૂતિયા ની વરણી સર્વાનુમતે કરવામાં આવી છે જયારે ઉપપ્રમુખ તરીકે વોર્ડ ૩માં વિજેતા બનેલ રમાબેન ભરતભાઈ પીપરોતરા ની નિયુક્તિ થઈ થયેલ છે.
રાણાવાવ નગરપાલિકાની હમણાં જ ગત તા. ૧૬/૦૨/૨૦૨૫ ના રોજ ચૂંટણી યોજાય હતી. આ વખતની નગર પાલિકાની ચૂંટણી ભાજપ સામે છેલ્લા ત્રણ ટર્મ થી જંગી લીડ થી ભાજપ, કોંગ્રેસ ની સામે એનસીપી અને સમાજવાદી પાર્ટીમાંથી કાંધલ ભાઈ સરમણભાઈ જાડેજા પોતાના રીતે રાણાવાવ ના પ્રજાજનોના સાથ સહકારથી વિજેતા બનતા રહ્યા છે. ત્યારે કાંધલ ભાઈ જાડેજાના નેતૃત્વ હેઠળ અને હિરલબા જાડેજા ના માર્ગદર્શન તળે સમાજવાદી પાર્ટીના સિમ્બોલ થી ચૂંટણી મેદાનમાં ઉતારી હતી.
રાણાવાવ નગર પાલિકાની ચૂંટણીમાં નગર પાલિકાનું સાશન કાંધલભાઈ જાડેજા પ્રેરિત સમાજવાદી પાર્ટીના હાથમા જ હતું. ત્યારે આ વખતે પણ કાંધલભાઈ જાડેજાના અને હિરલબા જાડેજાના માર્ગ દર્શન તળે થયેલા વિકાસલક્ષી કામોના પરિણામે રાણાવાવ નગરજનોએ જાડેજા પરિવાર ઉપર વિશ્વાસ મૂકી નગર પાલિકાની ૨૮ સીટો માંથી ૨૦ સીટો ભવ્ય બહુમતીથી કાંધલભાઈ જાડેજા પ્રેરીત સમાજવાદી પાર્ટીના સભ્યોને મળી છે. જયારે ભાજપના ૮ સભ્યો વિજેતા જાહેર થયેલ છે.
આજે તા. ૦૫/૦૩/૨૦૨૫ના રાણાવાવ નગર પાલિકાના પ્રમુખ અને ઉપ પ્રમુખની યોજાયેલ ચૂંટણીમાં કાંધલભાઈ જાડેજા પ્રેરિત સમાજવાદી પાર્ટીના વિજેતા સભ્યોમાં મોટા ભાગના જુના છે. રાણાવાવ નગર પાલિકામાં રોટેશન મુજબ પ્રમુખ તરીકે સામાન્ય મહિલા ની સીટ અનામત છે. ત્યારે કાંધલભાઈ જોડેજા પ્રેરિત સમાજવાદી પાર્ટીમાંથી વોર્ડ નંબર ૭ મા ૧૫૧૨ મતે જંગી લીડ થી વિજેતા થયેલા ગીતાબેન જીતેન્દ્ર ભૂતિયા ના શિરે નગર પાલિકાના પ્રમુખની તાજપોશી થઈ છે. જયારે રાણાવાવ નગર પાલિકાના ઉપ પ્રમુખ તરીકે વોર્ડ નંબર ૩માંથી ૮૪૦ મતે વિજેતા બનેલા રમાબેન ભરતભાઈ પીપરોતર ની નિયુક્તિ ની આજે ચૂંટણી અધિકારી તરીકે ઉપસ્થિત કુતિયાણા ના પ્રાંત અધિકારી સોજીત્રા મેડમે એ સર્વાનુમતે સત્તાવાર હોદેદારો વરણી જાહેર કરવામાં આવેલ છે.
રિપોર્ટ :- વિરમભાઈ કે.આગઠ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300