હારીજ તાલુકામાં ફરજ બજાવતાં ગ્રામસેવકોની ગેરહાજરી મામલે TDO ને લેખિત રજૂઆત..

હારીજ તાલુકામાં ફરજ બજાવતાં ગ્રામસેવકોની ગેરહાજરી મામલે TDO ને લેખિત રજૂઆત..
પાટણ જિ.કોગ્રેસ અનુ.જાતિ ચેરમેન હસમુખ સકસેના દ્રારા ગ્રામ સેવકોની ફરજ અનિયમિતતા સામે સવાલો..
પાટણ જીલ્લાના હારીજ તાલુકામાં ફરજ બજાવતાં ગ્રામસેવકોની ગેરહાજરી મામલે TDO ને લેખિત રજૂઆત પાટણ જિ.કોગ્રેસ અ.જા.ચેરમેન હસમુખ સકસેના દ્રારા કરવામાં આવી છે તેઓએ ગ્રામ સેવકોની ફરજ અનિયમિતતા સામે અનેક સવાલો પણ લેખિત પોતાની રજુઆત મા કયૉ હોવાનું જાણવા મળ્યું છે
પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન હસમુખ સક્સેના દ્વારા તાલુકા વિકાસ અધિકારીને ગ્રામ સેવકોની ફરજ પરની અનિયમિતતા બાબતે કરાયેલી લેખિત રજૂઆતમાં તેઓએ જણાવ્યું છે કે હારીજ તાલુકામાં ૪૫ ગામો આવેલા છે અને તેમાં મોટા ભાગના લોકો ખેડૂતો છે તેમના ધણા બધા કામો જે ગ્રામસેવકો મારફત કરવાના હોય છે પરંતુ ગ્રામસેવકોની કાયમી કોઈ બેઠક વ્યવસ્થા ન હોઈ તેમજ મોબાઈલ નંબર ઉપર જવાબ મળતા નથી જેના કારણે લોકો હેરાન પરેશાન થાય છે તેથી તેઓને કાયમી ધોરણે તાલુકા પંચાયત કે મામલતદાર કચેરીએ જગ્યા ફાળવી તાત્કાલીક ધોરણે બેઠક વ્યવસ્થા કરવામાં આવે.જેથી હારીજ તાલુકાની જનતાને પરેશાની ભોગવવી ના પડે ગ્રામ સેવકો સાથે લોકો ટેલિફોનિક વાત કરે છે તો પણ ગ્રામ સેવકો તેમનુ મનસ્વી વર્તન કરી લોકો ને મળતા નથી અને ગામડે છીએ તેવા બાના બાજી કરતાં હોય છે ત્યારે હારીજ તાલુકામાં પરજ બજાવતા અને પોતાની ફરજમાં અનિયમિતતા દાખવતા ગ્રામ સેવકો સામે તાત્કાલીક ધોરણે યોગ્ય પગલા ભરવાની સાથે ગ્રામસેવકોની બેઠક બોલાવી વિસ્તારના લોકોને ભોગવી પડતી હાલાકી દુર કરવા યોગ્ય કાર્યવાહી કરવા તેઓએ રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે અને જો આ સમસ્યાનો તાત્કાલિક નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં તેઓને ના છૂટકે ગાંધી ચિધ્યા માર્ગે ઉગ્રઆંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી પણ આપી છે.
રિપોર્ટ.અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300