પાટણ : પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજના અંતર્ગત જન ઔષધિ દિવસની ઉજવણી

પાટણ : પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજના અંતર્ગત જન ઔષધિ દિવસની ઉજવણી
Spread the love

પાટણ : પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજના અંતર્ગત જન ઔષધિ દિવસની ઉજવણી..


પાટણ ધારપુર ઓડિટોરિયમ હોલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર પાટણ તથા રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજના અંતર્ગત 7માં જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજના અંતર્ગત જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુભાઇ પટેલ દ્વારા પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજના વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર માંથી દવા લેવા અપીલ કરી હતી.

આરોગ્ય વિભાગ દ્વારા પ્રધાનમંત્રી જન ઔષધિ દિવસની ઉજવણી તા.૦૧/૦૩/૨૦૨૫થી તા.૦૭/૦૩/૨૦૨૫ સુધી સપ્તાહ ઉજવણી કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર યોજના વર્ષ 2008માં ફાર્માસ્યુટિકલ વિભાગ હેઠળ શરૂ કરવામાં આવી હતી.

આ કેન્દ્રો દેશના 734 જિલ્લાઓમાં ખોલવામાં આવ્યા. જેમાં દેશમાં કુલ 15,000થી વધુ, ગુજરાતમાં 753 અને પાટણ જિલ્લામાં કુલ 13 કેન્દ્રો કાર્યરત છે જેમાં 2000 પ્રકારની જેનરીક દવાઓ અને 300 પ્રકારના સર્જીકલ સાધનો સસ્તા ભાવે વેચાણ કરવામાં આવે છે

આ યોજના આર્થિક રીતે નબળા તેમજ ગરીબ નાગરિકો માટે શરૂ કરવામાં આવી. જન ઔષધિ કેન્દ્રો દ્વારા નાગરિકોને ઓછી કિંમતે જનરીક દવાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે જેમાં બ્રાન્ડેડ દવાઓ કરતા ૫૦℅થી ૯૦% ઓછી કિંમતે પુરી પાડવામાં આવે છે

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુભાઈ પટેલ તથા આરોગ્ય વિભાગના અધિકારી -કર્મચારી તેમજ પાટણ રેડક્રોસ સોસાયટીના પદાધિકારીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ.અનિલ રામાનુજ , પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!