સમીના રવદ ગામ ખાતે જમીન કૌભાંડનો મામલો

સમીના રવદ ગામ ખાતે જમીન કૌભાંડનો મામલો:
ખોટા દસ્તાવેજો બનાવીને ખોટા સાક્ષીઓ ઉભા કર્યા હોવાનું સામે આવ્યું
જમીન માફિયાઓ પાસેથી જમીન મેળવવા કલેક્ટર કચેરીમાં અરજી..કોર્ટમાં જમીન પરત લેવા કેશ દાખલ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું..
ઊંઝા અને હારીજના બિલ્ડરે ખોટા દસ્તાવેજ ઉભા કરીને 300 વીઘાથી વધુની જમીન મા કૌભાંડ આચર્યું…
પાટણ જિલ્લાના સમી તાલુકાના રવદ ગામ ખાતે જમીન કૌભાંડનો મામલો સામે આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છૅ. સમી તાલુકાના બે ગામની જમીનમા કૌભાંડ થયું હોવાની ઘટના સામે આવી છૅ.ત્યારે ખોટા દસ્તાવેજો બનાવીને ખોટા સાક્ષીઓ ઉભા કર્યા હોવાનું સામે આવ્યું છૅ.જમીન માફિયાઓ પાસેથી જમીન મેળવવા કલેક્ટર કચેરીમાં અરજી પણ કરાઈ છૅ.
ઊંઝા અને હારીજના બિલ્ડરે ખોટા દસ્તાવેજ ઉભા કરીને 300 વીઘાથી વધુની જમીન મા કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે.બિલ્ડરે જમીન હયાત હોવા છતાં બીજાના નામે જમીન કરી કૌભાંડ કયુઁ હોવાનું સામે આવ્યું છૅ.અને બિલ્ડર અને હારીજ રજીસ્ટાર કચેરીની કર્મચારીઓની સંડોવણી હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છૅ.
છેલ્લા 2 વર્ષથી રવદ ગામનો ખેડૂત પરિવાર જમીન કૌભાંડ સામે લડત લડી રહ્યું છૅ અને જમીન માફિયાઓ પાસેથી જમીન મેળવવા કલેકટર કચેરી અને કોર્ટની રાહ પકડી છૅ.ત્યારે કલેક્ટર કચેરી તરફથી સ્ટે આપવામાં આવતા ગરીબ પરિવારોની જમીન હાલ બચી છૅ.અને કોર્ટમાં જમીન પરત લેવા કેશ દાખલ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.
કોર્ટમા કેસ દાખલ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું:-
પાટણ નજીક બે તેમજ સમી તાલુકાના બે ગામોના ખેડૂતો સાથે ઊંઝા ના તેમજ હારીજ ના એક બિલ્ડરેં ભેગા મળી ને હારીજ રજીસ્ટાર ઓફિસ ના કેટલાક કર્મચારીઓ સાથે મળી ને ખોટા દસ્તાવેજો બનાવી ખોટા સાક્ષીઓ ઉભા કરી ને ખુબજ મોટુ જમીન કૌભાંડ કર્યાની એક ઘટના બહાર આવી છે છેલ્લા બે વર્ષ થી રવદ ગામ ના ખેડૂત પરિવાર નો દીકરો આ કૌભાંડ સામે સતત લડત આપી રહ્યો છે અને જમીન માફીયાઓ પાસે થી જમીન પરત મેળવવા કલેકટર કચેરી કોર્ટ નિ રાહ પકડી છે ત્યારે કલેકટર કચેરી તરફ થી સ્ટે આપવામાં આવતા ગરીબ પરિવારો નિ જમીન હાલ બચી છે તો કોર્ટ મા પણ જમીન પરત લેવા કેસ દાખલ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે.
બાદિપુર- ફુલપુરા ગામે પણ કૌભાંડ કર્યું હોવાની વિગતો:-
જમીન દલાલો એ ભૂલએ કરી કે 7/12 ના ઉતારા તારોરા ગામ ના બતાવી ને જમીન રવદ ના ખેડૂતો પાસે થી ખોટા દસ્તાવેજો બનાવી લઈ લીધી આ ઉપરાંત પાટણ નજીક બાદિપુર તેમજ ફુલપુરા ગામે પણ આવુજ કૌભાંડ કર્યું હોવાની વિગતો સામે આવી છૅ.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300