પાટણ : રખડતાં ઢોરોના માલિકોએ હાથાપાઈ કરી ડબ્બે કરેલા ઢોર છોડાવી ગયા

પાટણ : રખડતાં ઢોરોના માલિકોએ હાથાપાઈ કરી ડબ્બે કરેલા ઢોર છોડાવી ગયા
Spread the love

પાટણ : રખડતાં ઢોરોના માલિકોએ હાથાપાઈ કરી ડબ્બે કરેલા ઢોર છોડાવી ગયા..

પાટણ પાલિકાના ઢોર ડબ્બા કમૅચારીઓ સાથે રખડતાં ઢોરોના માલિકોએ હાથાપાઈ કરી ડબ્બે કરેલા ઢોર છોડાવી ગયા..

બનાવના પગલે ચિફ ઓફિસરે લેખિતમાં પોલીસ ને જાણ કરી યોગ્ય કાયૅવાહીની માંગ કરી..


પાટણ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોરોની સમસ્યામાંથી શહેરીજનોને ઉગારવા પોલીસ બંદોબસ્ત સાથે ઢોર ડબ્બા ની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે.
પરંતુ આ ઢોર ડબ્બા ની ઝુંબેશ દરમિયાન રખડતાં ઢોરોના માથાભારે માલિકો દ્વારા પાલિકાના કમૅચારી ઓ દ્રારા મહામુસીબતે ડબ્બે કરવામાં આવતાં ઢોરોને કમૅચારી સાથે લુખ્ખી દાદાગીરીઓ કરી છોડાવી ભગાડી જતાં હોવાના કિસ્સાઓ પણ અવારનવાર બનતાં હોય છે.
ગુરૂવારની રાત્રે પાટણ શહેરના સોસાયટી વિસ્તારમાં રખડતાં ઢોરોને પાટણ શહેર કોગ્રેસ પ્રમુખ દિપકભાઈ પટેલ અને તેમના કાયૅકરો દ્રારા પકડી પાલિકા તંત્ર ને ઢોર ડબ્બો મોકલી આ રખડતાં ઢોરોને ડબ્બે કરવા જણાવતાં પાલિકા ની ઢોર ડબ્બા ટીમ પોલીસ બંદોબસ્ત સાથે તાત્કાલિક ધટના સ્થળે પહોંચી હતી અને રખડતાં ઢોરોને ડબ્બે કરી તેને પાલિકા ની સુચિત જગ્યાએ મુકવા જઈ રહ્યા હતા ત્યારે કેટલાક રખડતાં ઢોરોના માલિકોએ હાથમાં લાકડીઓ લઈને મોટરસાયકલ પર પાલિકાના ઢોર ડબ્બા ને શહેરના ગાયત્રી મંદિર નજીક ઉભું રખાવી ડબ્બે કરેલા ઢોરોને છોડાવી જવા કમૅચારીઓ સાથે હાથાપાઈ કરતાં પાલિકા ના કમૅચારીઓ ગભરાઇ ગયા હતા.
આ બનાવની સવારે ચિફ ઓફિસરને જાણ કરતાં ચિફ ઓફિસરે આવા માથાભારે રખડતાં ઢોરોના પાંચ જેટલા માલિકો સામે નામ જોગ પાટણ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપી કાયદેસરની કાયૅવાહી કરવા જણાવ્યું હોવાનું પાલિકા સુત્રો તરફથી જાણવા મળ્યું છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!