મકાનો ભાડે આપતા પહેલા ફોટોગ્રાફ સાથેની માહિતી સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા અંગે જાહેરનામું

મકાનો ભાડે આપતા પહેલા ફોટોગ્રાફ સાથેની માહિતી સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા અંગે જાહેરનામું
ગુપ્તચર અહેવાલો અને અમુક બનાવોથી જણાય છે કે ત્રાસવાદી અસામાજિક તત્વો શહેરોમાં તેમજ ગીચ વસ્તીવાળા રહેણાંક વિસ્તારોમાં ગુપ્ત આશરો મેળવી જાહેર શાંતિ અને સલામતીનો ભંગ કરે છે તેમજ આતંકવાદી પ્રવૃતિ કરે છે જેથી માનવ જીંદગીની ખુવારી થાય અને લોકોની અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડે છે.
બહારના રાજ્યોમાં અગર દેશ બહારથી આવતા આવા તત્વો કોઇના મકાન ભાડે રાખી ને રહેતા હોય છે અને વિસ્તાર વિગેરેનું સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઇ ને તેઓની ત્રાસવાદી પ્રવૃતિઓને અંજામ આપતા હોય છે, જેથી ભાડેથી મકાન આપતા મકાન માલિકો ઉપર થોડાક નિયંત્રણો મુકવાનું રાજ્ય અને દેશની સુરક્ષાના પરિપેક્ષ્યમાં જરૂરી જણાય છે.
જેથી પાટણ જીલ્લાના તમામ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના કોઇ પણ મકાન માલિક અગર તો આ માટે આવા મકાન માલિકે ખાસ સત્તા આપેલ વ્યક્તિ જ્યારે મકાન ભાડે આપે ત્યારે તેમજ ઔધોગિક વિસ્તારમાં મકાનો ભાડે આપતા પહેલા ફોટોગ્રાફ સાથેની માહિતી સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા સારૂ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા – ૨૦૨૩ ની કલમ-૧૬૩ મુજબ જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત મોકલી આપેલ છે.
પોલીસ અધિક્ષક, પાટણની દરખાસ્ત અન્વયે ઉપરની વિગતે પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે સારુ સાવચેતીનાં પગલાંની આવશ્યકતા રહે છે.
જે અન્વયે જે.એચ.બારોટ(GAS), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પાટણ દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા – ૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ મળેલ સત્તાની રૂએ સમગ્ર પાટણ જીલ્લાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના કોઇ પણ મકાન માલિક અગર તો આ માટે આવા મકાન માલિકે ખાસ સત્તા આપેલ વ્યક્તિ જ્યારે મકાન ભાડે આપે ત્યારે તેમજ ઔધોગિક વિસ્તારમાં મકાનો ભાડે આપતાં પહેલા તે અંગેની જાણ સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે.
જેમાં મકાન માલિકનું નામ તથા ભાડે આપેલ મકાનની વિગત કયા વિસ્તારમાં છે વિગેરે, મકાન ભાડે આપવા સત્તા ધરાવતાં વ્યક્તિનું નામ, મકાન ક્યારે ભાડે આપેલ છે ?, કઇ વ્યક્તિઓને ભાડે આપેલ છે? તેમના પાકા નામ, સરનામા તથા ફોટા સાથે, મકાન માલીકને ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યક્તિનું નામ / સરનામું તથા કોન્ટેક્ટ નંબર સહિતની માહિતી પોલીસ સ્ટેશનમાં નોંધાવવાની રહેશે.
આ હુકમ તા. ૦૬/૦૩/૨૦૨૫ થી તા.૪/૦૫/૨૦૨૫ (બંને દિવસો સુધ્ધાંત) સુધી અમલમાં રહેશે. આ હુકમ અન્વયે પાટણ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ હેડકોન્સ્ટેબલ કે તેનાથી ઉપરનો હોદ્દો ધરાવતા તમામ પોલિસ અધિકારીઓ આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ કલમ-૨૨૩ મુજબ ફરીયાદ માંડવા અધિકૃત કરવામાં આવે છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300