રાધનપુર શહેરમાં નેશનલ હાઇવે પર આવેલ ખુલ્લી ગટરો બની જોખમી..

રાધનપુર શહેરમાં નેશનલ હાઇવે પર આવેલ ખુલ્લી ગટરો બની જોખમી..
Spread the love

રાધનપુર શહેરમાં નેશનલ હાઇવે પર આવેલ ખુલ્લી ગટરો બની જોખમી..

ખૂલ્લી ગટરો અકસ્માતનું કારણ બની રહી છૅ….

નેશનલ હાઇવે ઉપર ઢાંકણા તૂટી જતાં ખૂલ્લી ગટર લોકો માટે જોખમી બની..

રાધનપુર શહેરમાં નેશનલ હાઇવે અડીને આવેલ ગટર લાઈનોમાં સાફ સફાઈ નો અભાવ..


પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં ઘણા સમયથી લઈને નેશનલ હાઇવે ઓથોરિટીની હાઇવે પર ખુલ્લી ગટરો જોવા મળી રહી છૅ.જે ખુલ્લી ગટરો હોવાને કારણે ગટરમાં અનેકવાર લોકો, પશુઓ ખાબકી જવાની ઘટનાઓ પણ બની છે.
ત્યારે રાધનપુર નેશનલ હાઇવે ઉપર ગટરના ઢાંકણા તૂટી જવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છૅ. ખુલ્લી ગટર રાધનપુરમા લોકો માટે જોખમી જણાઈ રહી છે.


રાધનપુર શહેરના સ્થાનિક લોકો અને વાહન ચાલકો માટે આ ખૂલ્લી ગટરો અકસ્માતનું કારણ બની રહી છે.ખાસ કરીને પશુઓ ખૂલ્લી ગટરમાં પડી જતા દુર્ઘટનાઓ વધી રહી છે.આ ખૂલ્લી ગટર રાહદારીઓ માટે જીવનું જોખમ પૂરવાર થઈ રહી છે તેમજ લોકો માટે હાઇવે પર પસાર થવું પણ ભયજનક બની ગયું છે.

શહેરના સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરો દ્વારા તાત્કાલિક આ ખૂલ્લી ગટરો બંધ કરવાની માંગ કરવામાં આવી છે. આ મુદ્દે જવાબદાર તંત્રએ પગલાં ન ભરતાં લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અને જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરાય તે જરૂરી છે.જોકે,અત્યાર સુધી કોઈ કાર્યવાહી ન થવાના કારણે લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહયો છે. ત્યારે તાત્કાલિક ધોરણે ખુલ્લી ગટરોની મરામત કરવાની અને ઢાંકણા મુકવાની માંગ ઉઠવા પામી છે.

રીપોર્ટ . અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!