પાટણ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા સરકારની વિવિધ યોજના,સન્માનવાનો કાર્યક્રમ

પાટણ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા સરકારની વિવિધ યોજના,સન્માનવાનો કાર્યક્રમ
ભાજપ મહિલા મોરચા દ્વારા સરકારની વિવિધ યોજના લાભ લઇ સમૃદ્ધ અને આત્મ નિભૅર બનેલ મહિલાઓને સન્માનવાનો કાર્યક્રમ યોજાયો..
સરકારની વિવિધ યોજનાઓની જાણકારી ઘર ઘર સુધી પહોચાડવા ભાજપ આગેવાનો ની અપીલ.
પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પાટણ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા “વિશ્વ મહિલા દિવસ”ની ઉજવણી અંતગૅત સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવી આર્થિક રીતે સશક્ત અને સ્વનિર્ભર બનેલ મહિલાઓનો સન્માનનો કાર્યક્રમ શુક્રવારે પ્રદેશ ભાજપના પૂવૅ મહામંત્રી કે.સી.પટેલ અને નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિધવ,મહામંત્રી ભાવેશ પટેલ, પૂવૅ જિલ્લા પ્રમુખ ડો.દશરથજી ઠાકોર સહિત પ્રદેશ અને જિલ્લા મહિલા મોરચાની મહિલા આગેવાનો, કાર્યકરો ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.
સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઇ આર્થિક રીતે સમૃદ્ધ અને આત્મ નિર્ભર બનેલી મહિલાઓને સન્માનિત કરતા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ અન્ય જરૂરિયાત મંદ લોકો મેળવી શકે તે માટે ઉપસ્થિત લાભાર્થી મહિલાઓને સરકારની વિવિધ યોજનાઓની જાણકારી ઘર ઘર સુધી પહોંચાડવા અપીલ કરી હોવાનું જિલ્લા કાયૉલય મંત્રી નવીનભાઈ પ્રજાપતિ એ જણાવ્યું હતું.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300