બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે તા.૮મી માર્ચે પ્રાકૃતિક કૃષિ મહિલા ખેડૂત શિબિર અને પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન યોજાશે

બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે તા.૮મી માર્ચે પ્રાકૃતિક કૃષિ મહિલા ખેડૂત શિબિર અને પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન યોજાશે
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડ- જૂનાગઢ અને સાવજ ડેરીના સંયુક્ત ઉપક્રમે આયોજન
જૂનાગઢ : હાલ સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ અભિયાન ચાલી રહ્યું છે. જે અન્વયે જિલ્લાના તમામ ખેડુતો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવતા થાય તે માટે આત્મા પ્રોજેક્ટ અને ખેતીવાડી ખાતા દ્વારા ગ્રામ્ય કક્ષાએ તાલીમ કાર્યક્રમ તેમજ અન્ય વિવિધ કાર્યક્રમો આયોજિત થઈ રહ્યા છે. જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડ જૂનાગઢ અને સાવજ ડેરીના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક કૃષિ મહિલા ખેડૂત શિબિર અને પ્રાકૃતિક કૃષિ પ્રદર્શનનું આયોજન તા.૦૮- ૦૩- ૨૦૨૫ ને શનિવારના રોજ ૧૪:૩૦ કલાકે બ્રહમાનંદ વિદ્યાધામ ચાંપરડા ખાતે કરવામાં આવેલ છે. જેમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે અને પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો દ્વારા તેમની ખેત પેદાશોનું સ્ટોલના માધ્યમથી નિદર્શન કરવામાં આવશે અને માહિતી પણ આપવામાં આવનાર છે. જેમાં જૂનાગઢ જિલ્લાના ખેડૂત ભાઈઓ અને બહેનોને પ્રાકૃતિક કૃષિ મહિલા ખેડૂત શિબિરમાં ભાગ લેવા આત્મા પ્રોજેક્ટ, જૂનાગઢ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300