જૂનાગઢ : મહિલા અને બાળ અધિકારી કચેરી દ્રારા ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે ઉજવણીનું આયોજન

જૂનાગઢ : મહિલા અને બાળ અધિકારી કચેરી દ્રારા ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે ઉજવણીનું આયોજન
Spread the love

જૂનાગઢ : મહિલા અને બાળ અધિકારી કચેરી દ્રારા
૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે ઉજવણીનું આયોજન

જૂનાગઢ, તા. ૦૮ માર્ચે વિશ્વભરમાં “આંતરરાષ્ટ્રીય મહિલા દિન” ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આ અવસરે જુનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જૂનાગઢ શહેર અને જિલ્લાના વિવિધ સ્થળોએ મહિલાઓના સશક્તિકરણ, સ્વાસ્થ્ય, શિક્ષણ અને આત્મનિર્ભરતા પર આધારિત કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોમાં વિવિધ પ્રવચનો, સન્માન સમારંભો, કાર્યશાળાઓ અને સ્ફૂર્તિદાયક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવશે.
જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીએ જણાવ્યું કે આ ઉજવણીનો મુખ્ય હેતુ મહિલાઓના અધિકાર, સમાનતા અને સશક્તિકરણ અંગે જનજાગૃતિ લાવવાનો છે. આ પ્રસંગે સમાજમાં વિશેષ યોગદાન આપનાર મહાનુભાવ મહિલાઓનું સન્માન પણ કરવામાં આવશે.
આ વર્ષે અંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ગણેશનગર દુબળી પ્લોટ અર્બન સેન્ટરની બાજુમાં મહાનગરપાલિકા હોલ જૂનાગઢ ખાતે આયોજન કરવામાં આવેલ છે. તેવું જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી જુનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!