જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા માર્ચ- ૨૦૨૫ અન્વયે રોજગાર ભરતી મેળો યોજાશે

જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા માર્ચ- ૨૦૨૫ અન્વયે રોજગાર ભરતી મેળો યોજાશે
જૂનાગઢ :: જિલ્લા રોજગાર કચેરી, જૂનાગઢ દ્વારા માર્ચ ૨૦૨૫ અન્વયે “રોજગાર ભરતી મેળા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળા માર્ચ માસમાં તા. ૧૦ માર્ચ,૧૧ માર્ચ દરમિયાન જિલ્લાના વિવિધ સ્થળોએ યોજાશે.
જે અનુસાર તા. ૧૦ માર્ચના રોજ આઈ. ટી. આઈ કેમ્પસ મેંદરડા ખાતે સવારે ૧૦:૩૦ કલાકે યોજાશે. તા.૧૧ માર્ચના રોજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી બી, વિંગ, પ્રથમ માળ બહુમાળી ભવન જૂનાગઢ ખાતે સવારે ૧૦:૩૦ કલાકે યોજશે.
૧૦ માર્ચએ યોજાનાર ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ વેલસ્પુન લિવિંગ લી., એટરનીટી વિસ્ટ એલએલપી. એસ.બી.આઇ. લાઇફ ઇન્સ્યુરેશ કે.લી. તથા રીલાયન્સ નિપ્પોન લાઇફ ઇન્સ્યુરન્સ કંપની એકમ માટે જુનીયર એન્જિનીયર, મેન્ટેનન્સ પ્લાંટ ઓપરેટર, મશીન ઓપરેટર, ટેકનીસીયન, હેલ્પર, લાઇફ મીત્ર મેનેજર કે એડવાઇઝરની જગ્યાઓ માટે ૧૮ થી ૪૫ વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાને અનુરૂપ ધો. ૮ પાસ થી એસ.એસ.સી. એચ.એસ.સી., સ્નાતક, આઇ.ટી.આઇ. કે ડિપ્લોમા જગ્યાને અનુરૂપ શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે ભરતીમેળાનું આયોજન કરેલ છે.
૧૧ માર્ચએ યોજાનાર ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ વેસ્પુન લિવિંગ લી., એટરનીટી વિસ્ટ એલએલપી, મીનીમેટીક મશીન પ્રા.લી., એસ.બી.આઇ. લાઇફ ઇન્સ્યુરંશ કેલી તથા રીલાયન્સ નિપ્પોન લાઇફ ઇન્સ્યુરન્સ કંપની એકમ માટે જુનીયર એન્જિનિયર, મેન્ટેનન્સ પ્લાંટ ઓપરેટર, મશીન ઓપરેટર, ટેકનીસીયન, હેલ્પર, ડિઝાઇન એન્જિનિયર, ફિટર, લેથ ટર્નર, સી.એન.સી.-સેટર/પ્રોગ્રામર/ઓપરેટર એચ. આર. એક્ઝયુકેટીવ, સેલ્સ એન્જિનિયર, બેક ઓફિસ એક્ઝયુકેટીવ લાઇફ મીત્ર મેનેજર કે એડવાઇઝરની જગ્યાઓ માટે ૧૮ થી ૪૫ વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાને અનુરૂપ ધો. ૮ પાસથી એસ.એસ.સી. એચ.એસ.સી., સ્નાતક, અનુસ્નાતક, આઇ.ટી.આઇ. કે ડિપ્લોમા જેવી જગ્યાને અનુરૂપ શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.
આ ભરતી મેળામાં એસ.એસ.સી, એચ.એસ.સી, આઈ.ટી.આઈ, ડિપ્લોમા, ડિગ્રી સ્નાતક, અનુસ્નાતકની લાયકાત ધરાવતા હોય અને જેઓની ઉંમર ૧૮ થી ૩૫ વર્ષ હોય હોય તેવા રોજગારવાંચ્છુઓ અનુબંધન પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી ભાગ લઈ શકશે.તેઓના બાયોડેટા, શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્રોની નકલ સાથે ઇન્ટરવ્યૂમાં રૂબરૂ હાજર રહેવા રોજગાર અધિકારીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300