પોરબંદર એસ.ટી.ડેપો દ્વારા કુતિયાણા એસ.ટી.બસ સ્ટેશન ખાતે સ્વછતા જાળવવા માટે નાટક યોજાયું

પોરબંદર એસ.ટી.ડેપો દ્વારા કુતિયાણા એસ.ટી.બસ સ્ટેશન ખાતે સ્વછતા જાળવવા માટે નાટક યોજાયું
Spread the love

પોરબંદર એસ.ટી.ડેપો દ્વારા કુતિયાણા એસ.ટી.બસ સ્ટેશન ખાતે સ્વછતા જાળવવા માટે નાટક યોજાયું

સ્વચ્છ ભારત મિશન ગાંધીનગર ના ઉપક્રમે એસ.ટી ડેપો ખાતે રમુજી શૈલીમાં નાટક ભજવી મુસાફરોને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા

ગોસા (ઘેડ) : પોરબંદર એસ. ટી. ડેપો દ્વારા સ્વચ્છ ભારત મિશન ગાંધીનગર ના ઉપક્રમે મુસાફરો માં સ્વચ્છતા અંગે જાગૃતતા આવે તેવા ખૂબજ ઉમદા હેતુસર આજ રોજ કુતિયાણાના એસ.ટી બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા નાટક રજુ કરવામાં આવેલ હતું.

સમગ્ર દુનિયાને સ્વછતા રાખવા નો આગ્રહ કરનાર એવા પોરબંદર માં જન્મેલા અને રાષ્ટ્રપિતાનું બિરૂદ મેળવનાર પૂજ્ય મહાત્મા ગાંધીજીનો જીવન મંત્ર “સ્વછતા ત્યાં પ્રભુતા ” એ વિચારને સાર્થક કરવા વડા પ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના જન્મ દિવસ ૧૭ મી સપ્ટેમ્બર થી ” સ્વછતા હી સેવા -૨૦૨૪ ” અભિયાનનો સમગ્ર દેશમાં પ્રારંભ થયો છે.

જેના ભાગ રૂપે પોરબંદર જિલ્લામાં પણ સ્વછતા હી સેવા ઝુંબેશ અંતર્ગત જુદી જુદી કામગીરી કરવામાં આવી રહી છે.

સ્વછતા હી સેવા 2025 ઝુંબેશ અંતર્ગત પોરબંદર એસ. ટી. ડેપો દ્વારા સ્વચ્છ ભારત મિશન ગાંધીનગરના ઉપક્રમે મુસાફરો માં સ્વચ્છતા અંગે જાગૃતતા આવે તે હેતુસર આજ રોજ કુતિયાણાના એસ. ટી. બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા નું નાટક રજુ કરવામાં આવ્યું હતું.

પોરબંદર એસ.ટી. બસ સ્ટેન્ડના ટ્રાફિક ઇન્ચાર્જ એચ.એમ.રૂઘાણી તથા કુતિયાણા એસ. ટી.સ્ટેન્ડના ટ્રાફિક કંટ્રોલર કે.સી. ઓડેદરાની ઉપસ્થિતિ માં રજુ કરવામાં આવેલા આ નાટક માં ઉપસ્થિત મુસાફરો ને રમુજી શૈલિ થી સ્વચ્છતા અંગે સુંદર સમજ આપતા જણાવાયુ હતુ કે સરકાર દ્વારા મુસાફર જનતાની સગવડતા માટે કરોડો રૂપિયાના ખર્ચે મુકવામાં આવેલા એસ. ટી.ની બસો એ આપણી પોતાની જ છે અને બસ સ્ટેશન તથા એસ. ટી. ની બસોમાં સ્વચ્છતા જાળવવી તે પણ આપણી નૈતિક ફરજ છે. આથી બસ સ્ટેશન માં તથા બસમાં કચરો ના ફેંકવો, જ્યાં ત્યાં ગંદકી ના ફેલાવવી તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરવા અંગે રમુજી નાટક ભજવી તેના માધ્યમથી મુસાફર જનતાને ખૂબજ સુંદર વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી

આ તકે પોરબંદર ડેપો મેનેજર પી. બી.મકવાણા દ્વારા મુસાફર જનતા ને બસ સ્ટેશન ખાતે તેમજ એસ. ટી. ની બસો માં સ્વચ્છતા જાળવવા માટે આ તકે નમ્ર અપિલ પણ કરવામાં આવી હતી

રિપોર્ટ :-વિરમભાઈ કે.આગઠ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!