વારાહીમા કતલખાને લઈ જવાતા ઘેટાના બચ્ચાઓનો બચાવ કરતી વારાહી પોલીસ

વારાહીમા કતલખાને લઈ જવાતા ઘેટાના બચ્ચાઓનો બચાવ કરતી વારાહી પોલીસ
Spread the love

વારાહીમા કતલખાને લઈ જવાતા ઘેટાના બચ્ચાઓનો બચાવ કરતી વારાહી પોલીસ

વારાહી પોલીસે ઘેટાનાં બચ્ચા બચાવી લીધા, રૂ.2 લાખની પિકઅપ સાથે બે આરોપીની ધરપકડ કરી…

પાટણ જીલ્લાના વારાહી ખાતે પોલીસે મધરાત્રે કતલખાને લઈ જવાતા ઘેટાના બચ્ચાઓને બચાવ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે વારાહી ગામના પુલ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. એક પિકઅપ ડાલાને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે વાહન ભગાડી મૂક્યું હતું.
પોલીસે પીછો કરીને વાહનને પકડયું હતું. બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની ઓળખ ફિરોઝખાન અબ્દુલ ખાન થેબા (રહે. સીધાડા) અને સલીમભાઈ યુસુફભાઈ શેખ (રહે. બામરોલી) તરીકે થઈ છે. બંને સાંતલપુર તાલુકાના રહેવાસી છે.
પિકઅપ ડાલામાં તપાસ કરતા અંદરથી 15 ઘેટાના બચ્ચા મળી આવ્યા હતા. આ બચ્ચાઓને કોઈ પણ પ્રકારની સુવિધા વિના ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવાતા હતા. પોલીસે રૂ.30,000ની કિંમતના ઘેટાના બચ્ચા અને રૂ.2 લાખની પિકઅપ ગાડી કબજે કરી છે. આરોપીઓ સામે પશુ ક્રૂરતા અધિનિયમ 1960 અને બીએનએસ કલમ 281 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!