તળાજા : ઘાટરવાળા ગામે દાતાઓના સન્માન સમારંભ સાથે આનંદપર્વ યોજાયું

તળાજા : ઘાટરવાળા ગામે દાતાઓના સન્માન સમારંભ સાથે આનંદપર્વ યોજાયું
Spread the love

તળાજા તાલુકાના ઘાટરવાળા ગામે દાતાઓના સન્માન સમારંભ સાથે આનંદપર્વ યોજાયું

ગામના વતની દાતા પરિવાર દ્વારા જન્મભૂમિમાં થયેલાં સદકાર્યને સીતારામબાપુએ આવકારી આશીર્વચન પાઠવ્યાં

તળાજા તાલુકાના ઘાટરવાળા ગામ ખાતે લોક ઉપયોગી સંખ્યાબંધ કામો કરનાર વતન પ્રેમી દાતા શાહ પરિવારના સન્માન સમારંભ સાથે આનંદ પર્વ ઉજવવામાં આવ્યું હતું. ગામજનો પ્રેરિત આ કાર્યક્રમમાં આખું ગામ જોડાયું હતું. સૌએ ગામ ધુમાડા બંધ રાખી સાથે ભોજન લીધું હતું.


ઘાટરવાળાના વતની અને ચાર દાયકા થી મુંબઈ સ્થિત વૃજલાલ ગુલાબચંદ શાહ અને પરિવાર દ્વારા ગામ પ્રત્યેના ઋણ સ્વીકાર તથા વતન પ્રેમ સાથે સ્કૂલમાં વિશાળ હોલ, ગામના ચબૂતરો, બે ગેઇટ બંધાવી આપ્યા છે. ઉપરાંત ગામના જરૂરિયાતમંદ પરિવારને દર મહિને નિયમિત રીતે વિવિધ કરિયાણાની કીટ આપવામાં આવે છે.ચબૂતરામાં વર્ષોથી કબૂતરો માટે 10 મણ અનાજ નાખવામાં આવે છે. તેમજ પ્રાથમિક શાળાના બાળકોને દર વર્ષે ઉપયોગી શૈક્ષણિક કીટ મફત આપવામાં આવે છે.
મૂળ ઘાટરવાળા ગામના વતની સંત પૂ.સીતારામબાપુ એ ગામના આ આનંદ પર્વમાં ખાસ ઉપસ્થિત રહી ને દાતા પરિવારની ભાવનાને બિરદાવી દાતાએ કરેલા ધન ના સદ ઉપયોગના કાર્યને બિરદાવ્યું હતું.
કાર્યક્રમમાં વિક્રમભાઈ મોભ,કનુભાઈ મોભ,અંતુભાઈ પંડ્યા, ઘેલાભાઈ પંડ્યા, દિનકરભાઈ બારૈયા,ઉકાભાઇ ટાઢા, સડુભાઈ ભાભેરા, ઉગાભાઈ મોભ,મનસુખભાઇ જેતાપરા, બાબુભાઈ પંડ્યા, પ્રદીપભાઈ ભટ્ટ, ભાનુંભાઈ ધાંધલ્યા તેમજ અગ્રણીઓ હાજર રહ્યા હતાં.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!