દેગામ થી ગુમ થયેલ વિક્રમભાઈ ને શોધી પરિવાર સાથે મિલન કરાવતી બગવદર પોલીસ

દેગામ થી ગુમ થયેલ વિક્રમભાઈ ને શોધી પરિવાર સાથે મિલન કરાવતી બગવદર પોલીસ
દેગામના લાવડીયા સીમમાંથી ગુમ થયેલ વિક્રમભાઈ ને શોધી કાઢતી બગવદર પોલીસ
ગોસા(ઘેડ) :ગત તા.૦૨/૦૨/ ૨૦૨૫નાં કામે ગુમ થનાર દેગામના વિક્રમભાઈ પરબતભાઈ કેશવાલાને બગવદર પોલીસે દેગામના ઘેડ વિસ્તારમાંથી શોધી કાઢી તેમના પરિવાર સાથે મિલન કરાવી આપી પ્રસંશનીય કામગીરી કરી છે.
દેગામના લાવડીયા સીમ રહેતા વિક્રમભાઈ પરબતભાઈ કેશવાલા ઉ.વ.આ.૫૫ ગત.૦૨/૦૨/૨૦૨૫ નાં તેમના ઘરે થી કોઈને કહ્યા વિના ક્યાંક ચાલ્યા ગયા હતાં. અને તેમના પરિવારજનોએ ખુબ તેમની શોધખોળ કરવા છતાં ક્યાય પત્તો નાં લગતા છેવટે બગવદર પોલીસ સ્ટેશનમાં ગુમની જાણ કરવામાં આવી હતી.
ગુમ થનાર વિક્રમભાઈ નાં બહેન વાલીબેનએ જણાવેલ કે મારા ભાઈ આમ તો બધું સમજે છે જાણે છે પરંતુ ક્યારેક માનસિક સ્થિતિ વધુ અસ્વસ્થ થાય ત્યારે કોઈ મગજનું સમતુલન રહેતું ન હોય ક્યાં જાય શું કરવું તે ભાન રહેતું નથી. અને તેમના ભાઈ વિક્રમભાઈ નો યુવાનીનો મહેર સમાજના પોશાક પહેરેલ વાળો ફોટો પણ જાહેર કર્યો હતો.
જુનાગઢ રેન્જના મહા નિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓ દ્વારા પોરબંદર જિલ્લામાં ગુમ થયેલ બાળકો, સ્ત્રીઓ અને પુરુષોને શોધી કાઢવા ખાસ સૂચના કરેલ હોય જે અનુસંધાને પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડું નાઓ નાં માર્ગદર્શન હેઠળ બગોદર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એસ.બારા તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે બગોદર પોલીસ સ્ટેશનના ગુમ જાણવા જોગ નંબર ૦૩/ ૨૦૨૫ તા. ૦૨/૦૨/૨૦૨૫ ના કામે ગુમ થનાર વિક્રમ પરબત ભાઈ કેશવાલા રહે દેગામગામ લાવડીયાસીમ વાળા હાલ દેગામગામના ઘેડ વિસ્તારમાં ઉભેલ છે.જેથી તુરંત જ ત્યાં જઈ તપાસ કરતા મજકુર ગુમ થનાર ત્યાં હાજર હોય અને મળી આવેલ જેથી તેને
બગવદર પોલીસ સ્ટેશન લઈ આવી જરૂરી કાર્યવાહી કરી તુરંત જ તેઓના પરિવારનો સંપર્ક કરી તેમના પરિવાર સાથે મિલન કરાવી ગુમ થનારને સોંપી આપી બગવદર પોલીસ સ્ટાફ દ્વારા પ્રશંસની કામગીરી કરે છે
આ કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ. એસ. બારા તથા પ્રો.પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.આર.રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ એન.વી.નંદાણીયા તથા વી. એન ભુતિયા તથા વી.કે. ઘુઘલ તથા કે.આર.કરંગીયા તથા પોલીસ કોન્સ્ટેબલ કારાભાઈ મૂરૂભાઈ વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટ :-વિરમભાઈ કે.આગઠ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300