જુનાગઢ જીલ્લા કક્ષાનો આયુર્વેદ આયુષ મેળો, નિદાન અને સારવાર શિબિર મેંદરડા ખાતે યોજાઈ.

જુનાગઢ જીલ્લા કક્ષાનો આયુર્વેદ આયુષ મેળો, નિદાન અને સારવાર શિબિર મેંદરડા ખાતે યોજાઈ.
શિવમ્ ચક્ષુદાન -આરેણા પરિવાર દ્વારા આયુર્વેદ નો પ્રચાર અને આયુર્વેદ સુધી લોકોને વ્યક્તિગત રસ લઈને લઈ જવા તેમજ આયુર્વેદનું મહત્વ સમજાવવું તથા આયુર્વેદના કેમ્પ ગોઠવી લોક ઉપયોગી થવું, સાથે સાથે અન્ય થતી વિવિધ સેવાકીય પ્રવૃતિ ની સવિશેષ નોંધ લઈને જુનાગઢ આયુર્વેદ અધિકારીશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવેલ છે.
સન્માન સમયે જીલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડો.ત્રિવેદી સાહેબ, ડો.પીઠીયા સાહેબ, ડો. કરંગીયા સાહેબ, ડો, દલાલ સાહેબ, ડો.જોષી સાહેબ, ડો. અગ્રાવત સાહેબ,ડો. સોંદરવા સાહેબ સાથે જીલ્લા આયુર્વેદ શાખા સર્વે ડોક્ટર સાહેબશ્રીઓ તથા ખાખી મઢી ના મહંતશ્રી સુખરામ બાપુ, જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.તેમની હાજરીમાં સન્માનિતત કર્યા છે એ બદલ શિવમ્ ચક્ષુદાન -આરેણા પરિવાર વતિ હ્રદય થી આભાર માનિએ છીએ.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300