વંથલીના ગાદોઇ ફાટકે તંત્રએ હાઈટ બેરિકેટ લગાવતા યુવકોએ વિરોધ કર્યો

વંથલીના ગાદોઇ ફાટકે તંત્રએ હાઈટ બેરિકેટ લગાવતા યુવકોએ વિરોધ કર્યો, પોલીસ બંદોબસ્ત સાથે તંત્રએ બેરીકેટ લગાવ્યા
અગાઉ પણ બેરીકેટ મામલે ગ્રામજનો અને તંત્ર આમને-સામને આવ્યા હતા
જેતપુર-સોમનાથ હાઇવે પર વંથલીના ગાદોઈ ટોલનાકા નજીક ગાદોઇ ફાટકે બેરીકેટ લગાવવામાં આવતા ફરી વિવાદ થયો હતો. જેતપુર-સોમનાથ હાઇવે પર પસાર થતાં વાહનો ટોલનાકાને બદલે ગાદોઈ ફાટકે થી ડાયવર્ટ કરી ગામમાંથી પસાર થઈ જતા હોય જેને લઇ ગાદોઈ ટોલ પ્લાઝા ને મહિને લાખો રૂપિયાનું નુકસાન થતું હોય છે. ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટીએ આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને મામલતદાર ની હાજરીમાં ગાદોઈ ફાટકે હાઈટ બેરીકેટ લગાવવામાં આવતા ગામના યુવકોએ વિરોધ કર્યો હતો. વંથલી પોલીસે વિરોધ કરનાર યુવકોને સ્થળ પરથી ડીટેઇડ કરી બેરીકેટ લગાવવાની કામગીરી શરૂ કરાઈ હતી.અગાઉ પણ ટોલનાકા ના કર્મચારીઓ અને ગ્રામજનો પણ આમને સામને આવ્યા હતા. ત્યારે વધુ એક વખત હાઇટ બેરીકેટને લઈ વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો.
સમગ્ર મામલે મામલતદાર એમ.ડી દવેએ શું કહ્યું?
જેતપુર સોમનાથ નેશનલ હાઇવે પર ગાદોઈ ટોલનાકા નજીક ગાદોઈ ગામ નો રસ્તો સ્ટેટ હાઇવેને મળે છે,ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટીના એરિયા ની અંદર બેરિકેટ લગાડવા માટે SDM ની સૂચના થતા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે બિરીકેટ લગાવવાની કામગીરી કરાઈ છે.તેવી વંથલી મામલતદાર એમ.ડી દવે જણાવ્યું છે.
ટોલનાકાના પ્રોજેક્ટ મેનેજર ગઢવીએ કહ્યું કે….
જેતપુર-સોમનાથ નેશનલ હાઇવે પર ગાદોઈ ટોલનાકા માંથી પસાર થતા વાહનો ગાદોઈ ફાટકે થી ડાયવર્ટ કરી ગામમાંથી પસાર થઈ જતાં હોય,જેને લઇ સરકારને અને ટોલપ્લાઝા ને દર મહિને અંદાજિત 7 થી 8 લાખ રૂપિયા જેવી માતબર રકમનું નુકસાન થાય છે. જેને લઇ આજે મામલતદાર અને પોલીસ તંત્રને સાથે રાખી બેરીકેટ લગાવવાની ફરજ પડી છે.તેવું ટોલનાકાના પ્રોજેક્ટ મેનેજર હસમુખ ગઢવી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
રિપોર્ટ: રહીમ કારવાત વંથલી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300