રાધનપુર નગરપાલિકાની ખાસ સામાન્ય સભા અંગે જાણ કરતી નોટિસ અપાઈ

રાધનપુર નગરપાલિકાની ખાસ સામાન્ય સભા અંગે જાણ કરતી નોટિસ અપાઈ….
રાધનપુર ન. પાલિકામાં સભાસદ દ્વારા એજન્ડા નં. 1ની બજેટની કાર્યસૂચિ ચીફ ઓફિસરને રજુઆત કરતા જાણ કરતી નોટિસ અપાઈ…
શહેરમાં પાલિકા દ્વારા બાકી રહેલ કામગીરીને લઈને મળશે બેઠક,રાધનપુરના પ્રાણ પ્રશ્નોનુંનું નિરાકરણ કરવા કાર્યસૂચિ રજૂ કરાઈ…
રાધનપુર નગરપાલિકા દ્વારા ખાસ સામાન્ય સભા અંગે જાણ કરતી નોટિસ આપવામાં આવી.પાલિકાના તમામ સદસ્યઓને રાધનપુર નગરપાલિકાની ખાસ સામાન્ય સભા તા:-૨પ/૩/૨૦૨૫ના રોજ બપોરે ૩.૦૦ કલાકે રાધનપુર નગરપાલિકાના સભાખંડ ખાતે આયોજીત કરવામાં આવેલ હોય આ સામાન્ય સભાની કાર્યસૂચિ સાથે નોટિસ આપવામાં આવી છે.
રાધનપુર પાલિકાની ખાસ સામાન્ય સભાની કાર્યસૂચિના એજન્ડા નં. 1ની બજેટની કોપી અભ્યાસ માટે તમામ સભાસદને કાર્યસૂચિ ફાળવવા ન.પાલિકાના સભાસદ અને પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયાબેન ઠાકોર દ્વારા રાધનપુર પાલિકા ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરવામાં આવી હતી.જેમાં કાર્યસૂચિ રજુ કરવા લેખિતમાં રજુઆત કર્યા બાદ આખરે કાર્યસૂચિ આપવામાં આવી હતી.
મહત્વનું છે કે સભાસદને એજન્ડા સાથે બજેટ કોપી આપવાની હોઈ છે જે અભ્યાસ અર્થે આપવાની કાર્યસૂચિ રાધનપુર નગરપાલિકા પ્રમુખ દ્વારા સભાસદોને કાર્યસૂચિ નં-1 માં બજેટ કોપી નહીં આપતાં ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી હતી.ત્યારે સભાસદોને બજેટ કોપી આપેલ ન હોય જે અર્થે ચીફ ઓફિસસર જોડે લેખિતમાં કોપીની માંગણી કરવામાં આવતા સભાસદો ને કાર્યસૂચિ પાઠવતી નોટિસ અપાઈ હતી.
ન. પાલિકા કાર્યસૂચિ સૂચવી સભામાં હાજર રહેવા જાણ કરાઈ :-
(૧) રાધનપુર નગરપાલિકાનું વર્ષ-ર૦૨૪-૨૫નું સુધારેલ અંદાજપત્ર અને વર્ષ-૨૦૨૫-૨૬નું અંદાજપત્ર વંચાણે લઈ મંજુર કરવા બાબત.
(૨) રાધનપુર નગરપાલિકાની વિવિધ સમિતિઓની રચના કરવા બાબત.
(3) જીલ્લા વિકેન્દ્રીત આયોજન અંતર્ગત ૧૫% વિવેકાધીન ગ્રાન્ટ વર્ષ-૨૦૨૫-૨૬ માંથી કામોનું આયોજન કરવા બાબત.
(४) જીલ્લા વિકેન્દ્રીત આયોજન અંતર્ગત ૧૫ ટકા વિવેકાધીન ગ્રાન્ટ વર્ષ-૨૦૨૩-ર૪ હેઠળ મંજુર થયેલ કામ રદ કરીને નવિન કામોનું આયોજન કરવા બાબત.
(ч) SBM 1.0 હેઠળ મંજુર થયેલ ડી.પી.આર.ના કામો માટે રીવાઈઝ તાંત્રિક મંજુરી લેવા બાબત.
(۶) વિવિધ ગ્રાન્ટમાંથી કામોનું આયોજન કરવા બાબત.
(૭) રાધનપુર નગરપાલિકાના કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરવા બાબત.
(૮) મોટા ઠાકોરવાસ તથા રેલ્વે સ્ટેશન નાગપુરમાં નવિન બોર બનાવવા બાબત.
(E) ભરવાડવાસ ભીલોટી દરવાજા પાસે નવિન બોર બનાવવા બાબત.
(૧૦) સફાઈ કામદારોને ગણવેશ આપવા બાબત.
(૧૧) વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ માટે ત્રીજો વાયર નાખવા બાબતે.
(૧ર) રાધનપુર નગરપાલિકાની વિવિધ શાખાઓની કામગીરી માટે ૨૦૨૫-૨૬ના વર્ષના વાર્ષિક ભાવો મંગાવવા બાબત.
(૧૩) અઘ્યક્ષસ્થાનેથી રજુ થાય તે.
આમ,રાધનપુર નગર પાલિકા ની ખાસ સામાન્ય સભા અંગે પાલિકાના નગર સેવકોને જાણ કરવામાં આવી છે જેમાં સભા દરમિયાન જે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવશે તેનું કાર્યસૂચિ પણ આપવામાં આવેલ છે.રાધનપુરમાં પાયાના પ્રશ્નો રોડ, રસ્તા, પાણી અને સ્ટ્રીટ લાઈટ સહીત નવીન બોર બનાવવા બાબત અને નગર પાલિકા કર્મચારીઓ ની કામગીરી ની સમીક્ષા કરવા બાબત સહીત શહેરના અનેક પ્રશ્નને લઈને સમીક્ષા કરવામાં આવશે.
રીપોર્ટ : અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300