રાધનપુર : લોટીયા ખાતે કૃષિ મેળો ૨૦૨૫ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

રાધનપુર તાલુકાના લોટીયા ખાતે કૃષિ મેળો ૨૦૨૫ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો
આત્મા યોજના પાટણ અને ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ દ્વારા રાધનપુર તાલુકાના લોટીયા ખાતે કૃષિ મેળો ૨૦૨૫ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાધનપુર સાંતલપુર વિસ્તારના ખેડૂત ભાઈઓ બહેનો હાજર રહીને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી અને માર્ગદર્શન મેળવ્યું હતું. તેમજ પ્રાકૃતિક ખેતી અપનાવવા સંકલ્પબદ્ધ થયા હતા.
પરિસંવાદમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ પોતાના અનુભવો જણાવ્યા હતા. તેમજ પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો અને વિવિધ પાકો અને બાગાયતી ખેતીમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા માટેની માહિતી મેળવી હતી. આત્મા યોજનાના અધિકારીઓ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેનું વિગતવાર માર્ગદર્શન આપી પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. પરિસંવાદને અંતે આ વિસ્તારના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવવા કટિબદ્ધ બન્યા હતા.
રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર,
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300