પાટણ પોલીસે ૫૫૦ ગુનાઓ પૈકી ૧૬૩ અસામાજીક તત્વોની યાદી તૈયાર કરી..

પાટણ પોલીસે ત્રણ દિવસની સ્પેશીયલ ડ્રાઇવ દરમ્યાન ૫૫૦ ગુનાઓ પૈકી ૧૬૩ અસામાજીક તત્વોની યાદી તૈયાર કરી..
હથીયારબંધી જાહેરનામા ભંગ કેસ-૦૪ કેસ, બ્લેક ફિલ્મ-૧૧૨ કેસ, તેમજ નબંર પ્લેટ વગરના વાહનોના-૨૦ કેસ..
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુ.રા. ગાંધીનગર નાઓએ અસામાજીક પ્રવૃતિ આચરતા ઇસમોની યાદી ૧૦૦ કલાકમાં તૈયાર કરી અને તેઓ વિરૂધ્ધ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવા કરેલ સુચના મુજબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા પાટણ જિલ્લા પોલીસ વડા વી.કે.નાયી નાઓની સુચનાથી પાટણ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાંથી અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી તેમના વિરૂધ્ધ કડકમાં કડક કામગીરી કરવા ત્રણ દિવસની સ્પેશીયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ જેમાં પાટણ જીલ્લા પોલીસ તાબાના તમામ પોલીસ સ્ટેશન, લોકલ ક્રાઇમ બ્રાંચ તેમજ સ્પેશીયલ ઓપરેશન ગૃપ જેવી શાખાઓ દ્વારા વાહન ચેકીંગ હાથ ધરી તેમજ શકમંદ જગ્યાઓ અને અસામાજીક પ્રવૃતિ આચરતા ઇસમો ઉપર જરૂરી વોચ રાખી હથીયારબંધી જાહેરનામા ભંગ ૪ કેસ, બ્લેક ફિલ્મના ૧૧૨ કેસ, તેમજ નબંર પ્લેટ વગરના વાહનોના ૨૦ કેસ કરવામાં આવેલ છે.
વધુમાં એમ.વી.એક્ટ લગત અન્ય-૧૯૮ કેસ શોધી કાઢવામાં આવેલ અને ગુનાહીત ઇતિહાસ ધરાવતા અને અસામાજી
ક પ્રવૃતિ જેવી કે દારૂ-જુગાર, શરીર સંબધિત, મિલ્કત સંબધિત, લેન્ડગ્રેમ્બીંગ, ખનીજ ચોરી જેવી અસમાજીક પ્રવૃત્તિ આચરતા કુલ ૫૫૦ ગુનાઓમાં સંડોવાયેલા કુલ ૧૬૩ અસામાજીક તત્વોની યાદી તૈયાર કરેલ જે પૈકી ૦૭ ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ છે. તેમજ ૧ ઇસમ વિરૂધ્ધ તડીપાર દરખાસ્તની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરૂધ્ધ ગે.કા વિજ-કનેક્શન રદ કરવા, ગે.કા દબાણો દુર કરવા તેમજ મિલ્કત જપ્તી જેવી અસરકારક કાર્યવાહી કરવાની તજવીજ ચાલુમાં છે. જે કાર્યવાહી વધુ સુદઢ અને પરીણામલક્ષી થાય તેવા તમામ કાયદાકીય પગલાં લઇ જીલ્લામાંથી અસામાજીક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા પાટણ જીલ્લા પોલીસ કાર્યરત હોવાનું સુત્રોએ જણાવ્યું છે.
રીપોર્ટ અનિલ રામાનુજ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300