ગુજરાત શૈક્ષણિક મંચની ત્રિદિવસીય સંગોષ્ઠિ-7 એકતા નગરમાં

ગુજરાત શૈક્ષણિક મંચની ત્રિદિવસીય સંગોષ્ઠિ-7 એકતા નગરમાં
Spread the love

ગુજરાત શૈક્ષણિક મંચની ત્રિદિવસીય સંગોષ્ઠિ-7 એકતા નગરમાં

‘શિક્ષણમાં મૂલ્યાંકન’ પર શિક્ષણવિદોનું તારીખ 29 થી 31 દરમિયાન ચિંતન

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ નામની અવૈધિક સંસ્થા છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતના ગુણવત્તા યુક્ત શિક્ષણ અને શિક્ષકોને પ્રેરણાપથ બનવા યતકિંચિત પ્રયાસ કરી રહી છે.દર છ માસે ગુજરાતના કોઈ ખૂણે શિક્ષણના વિવિધ વિષયો પર ચિંતન-મનનનો સંગોષ્ઠિ-પરિસંવાદ કાર્યક્રમ યોજાય છે.તાજેતરમાં આ ત્રિદિવસીય કાર્યક્રમ એકતા નગર જિ. નર્મદા ખાતે તારીખ 29 માર્ચથી 31 માર્ચ દરમિયાન યોજાશે.

તારીખ 30 ના રોજ ઉદ્ઘાટન સત્રમાં સંસ્થા દ્વારા ચાલુ વર્ષે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ- 2025 શ્રી ભગવતદાન ગઢવીને એનાયત થશે.જેનુ સૌજન્ય સ્વ.પારસબેન જીતુભાઈ જોશીનું છે.દર વર્ષે શિક્ષકોને તેમનાં કાર્યો માટે અપાતો ફોરમ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ- 2025 શ્રી વિમલભાઈ પટેલ ભાડજ જિ.અમદાવાદ શ્રી સંજયભાઈ પટેલ બાલસાસણ જિ. મહેસાણા શ્રી દુધાભાઈ પરમાર અમીરગઢ જિ. બનાસકાંઠા તથા શ્રી દયાબેન સોજીત્રા અમરાપુર પ્લોટ પ્રાથમિક શાળા જિ.અમરેલીને સ્વ.ઉષાબેન બંસીલાલ ચાહવાલાના સૌજન્યથી એનાયત થશે. આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા લેશે.મુખ્ય મહેમાનપદે બીરછા મુંડા યુનિવર્સિટીના કુલપતિ મા.શ્રી મધુકરભાઈ પાડવી તથા મુખ્ય મહેમાન તરીકે ડીપીઈઓ શ્રી નિશાંતભાઈ દવેની ઉપસ્થિતિ રહેવાની છે. આજ સત્રની પછીની બેઠકમાં “એકમ કસોટી ઉપયોગીતા ઉણપ અને સુધારણા” વિષય પર ડો.વી.એમ. બલદાણિયા પ્રા.ડાયટ વ્યાખ્યાન આપશે. “નવી શિક્ષણ નીતિમાં મૂલ્યાંકન અને અમલ” વિષય પર શ્રી તખુભાઈ સાંડસુર વાત કરશે. બપોર બાદ મુલાકાત સત્ર યોજાશે. જેમાં તમામ શિક્ષકો સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ અને શૂરપાણેશ્વર મંદિરની મુલાકાત લેશે.રાત્રી સત્રમાં પોતપોતાના એકમ કસોટીના અનુભવો ઉપસ્થિત સૌ શિક્ષક સાધક ભાઈ- બહેનો પ્રસ્તુત કરશે.

તા.31 માર્ચ અને સોમવારના દિવસે અંતિમ સત્રમાં સમાપન બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી કિરણબેન પટેલ તથા દૂધધારા ડેરીના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ પટેલ મુખ્ય મહેમાનો તરીકે ઉપસ્થિત રહેશે.અન્ય બે બેઠકોમાં “મૂલ્યાંકન અને અર્થ સભરતા વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ભારતમાં અમલ” ડો.રમેશ કોઠારી પુર્વ કુલપતિ વીર નર્મદ યુનિવર્સિટી સુરત તથા સમયની માંગ: કસોટી અને સર્વગ્રાહી મૂલ્યાંકન ડો.નૈષધ મકવાણા- પૂર્વ શિક્ષણ નિયામક અને શિક્ષણવિદ્ વ્યાખ્યાન આપશે
આ કાર્યક્રમ દરમિયાન ત્રણ વર્ષથી ચાલતી આ સ્વૈચ્છિક શૈક્ષણિક આંદોલનની પ્રવૃત્તિને અહેવાલ સ્વરૂપે પ્રગટ કરવામાં આવશે આ અંકનું નામાભિધાન ચરૈવૈતિ ચરૈવૈતિ કરાયું છે તેનું વિમોચન થશે.પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન પણ સાથે યોજાશે.સમગ્ર કાર્યક્રમના આયોજનમાં સંયોજકો શ્રી તખુભાઈ સાંડસુર, ડો.મહેશ ઠાકર,શ્યામજી ભાઈ દેસાઈ, જિલ્લા સંયોજકો જીતુભાઈ જોશી કુંઢેલી,ભગવતદાન ગઢવી, પ્રદિપસિંહ સિંધા, શાંતિભાઈ ભોઈ વગેરે કાર્યરત છે.

રીપોર્ટ : હરેશ જોશી – કુંઢેલી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!