પાટણ : જામીન પર છૂટ્યા બાદ ફરાર થયેલ આરોપીને પોલીસે કિન્નરના વેશમાં જડપી પાડ્યો

પાટણ : જામીન પર છૂટ્યા બાદ ફરાર થયેલ આરોપીને પોલીસે કિન્નરના વેશમાં જડપી પાડ્યો
રાધનપુર : હત્યાનો આરોપીએ કિન્નરનો વેશ ધારણ કર્યો..
જેલમાં થી જામીન પર છૂટ્યા બાદ ફરાર થયેલો કેદી ડીસા ટોલ પ્લાઝા પાસેથી ઝડપાયો…
પાટણ સબજેલમાં હત્યાના કેસમાં કાચા કામના કેદી તરીકે રહેલા એક આરોપીને પોલીસે કિન્નરના વેશમાં પકડી પાડ્યો
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા ના પ્રેમનગર ગામનો ચંદ્રશેખર નરેશભાઈ ઠાકોરને હાઈકોર્ટના આદેશ મુજબ 19 જુલાઈ 2024ના રોજ 10 દિવસ માટે વચગાળાના જામીન મળ્યા હતા.
આરોપીએ 30 જુલાઈ 2024ના રોજ જેલમાં હાજર થવાનું હતું. જો કે, તે હાજર ન થતાં ફરાર થઈ ગયો હતો. પેરોલ ફલો સ્કવોડને બાતમી મળી કે આરોપી પોતાની ઓળખ છુપાવવા કિન્નરનો વેશ ધારણ કરીને ‘પ્રિયંકા માસી’ના નામે વિવિધ ટોલ નાકા પર ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે ડીસાના કંસારી ટોલ પ્લાઝા પાસેથી કોર્ડન કરીને આરોપીને કિન્નરના વેશમાં પકડી પાડ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરીને તેને ફરી સબજેલમાં મોકલી આપ્યો છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300