રાધનપુર : શ્રી રાપરીયા હનુમાનજી મંદિર ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો..

રાધનપુર : શ્રી રાપરીયા હનુમાનજી મંદિર ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો..
Spread the love

રાધનપુર : શ્રી રાપરીયા હનુમાનજી મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો..

ત્રિ દિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત ત્રિ દિવસીય બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, 70થી વધુ બોટેલો એકત્રિત કરી સેવા અપાઈ..

બ્લડ ડોનરને પાટણ વોલેન્ટ્રી બ્લડ બેંક દ્વારા સર્ટિફિકેટ સહીત આકર્ષણ ગિફ્ટ લેધર બેગ આપવામાં આવ્યા


પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મહેસાણા હાઇવે પર આવેલ શ્રી રાપરીયા હનુમાનજી મંદિર જે વઢીયારની ધરામાં મીની બગદાણા ધામ તરીકે ઓળખાય છે તેવા દાદા ના ધામમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.ત્રિ દિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત ત્રિ દિવસીય બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.
રાધનપુર ખાતે શ્રી વઢીયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા શ્રી રાપરીયા હનુમાનજી શિખર પ્રતિષ્ઠા અને 20 મંદિરોને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રી રાપરીયા યુવા સંગઠન ટીમ દ્વારા આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ત્રણ દિવસ ભવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.રક્તદાન શિબિર અંતર્ગત 70 બોટલ રક્તદાન આવ્યું હતું ત્યારે હરેશભાઇ સાધુ દ્વારા દરેક બ્લડ ડોનરનો આભાર વ્યક્ત કર્યો હતો.
રાધનપુર ખાતે શ્રી રાપરીયા હનુમાનજી શિખર પ્રતિષ્ઠા અને 20 મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન વઢિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા.જેમાં દાદાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે વઢિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ સહીત ત્રણ દિવસ ગાયોને ઘાસચારો નિરવામાં આવ્યો હતો.
દરેક બ્લડ ડોનરને પાટણ વોલેન્ટ્રી બ્લડ બેંક દ્વારા સર્ટિફિકેટ સહીત આકર્ષણ ગિફ્ટ લેધર બેગ આપવામાં આવ્યા હતા જેમાં સહયોગ હરેશભાઇ સાધુ અને આયોજક ચંદુભાઇ બી સાધુ પ્રમુખ વઢીયાર સાધુ સમાજ અને વઢિયાર સાધુ સમાજ યુવા સંગઠન દ્વારા ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.

રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!